Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2188 of 4199

 

સમયસાર ગાથા-૨૧૧ ] [ ૨૭પ કર્મમય પોતે થઈ જાય છે એમ નથી. અહા! કર્મથી ભિન્ન રહીને એ તો પોતાનું અને પરનું-કર્મનું જ્ઞાન કરે છે. અહા! કર્મે મારા આત્માનું આવરણ (ઘાત) કરી દીધું છે એમ જ્ઞાનીને હોતું નથી. જેને અંદર આત્માનું જ્ઞાન થયું તે જે કર્મ આઠ હોય છે તેનું પણ જ્ઞાન કરે છે.

પ્રશ્નઃ– તો ‘શ્રીમદ્ રાજચંદ્ર’માં આવે છે કે વેદનીય કર્મનો ભોગ ભોગવવો બાકી છે?

સમાધાનઃ– ભાઈ! એ તો રાગ હજી બાકી છે એમ ત્યાં બતાવવું છે. થોડો રાગ હજી છે ને? આ ભવે મોક્ષ થશે એમ દેખાતું નથી, પર્યાયમાં હજુ રાગ છે અને તે છૂટતો જણાતો નથી તો જ્ઞાની જાણે છે કે હજુ એકાદ ભવ કરવો પડશે; ને ત્યારે રાગ છૂટીને કેવળજ્ઞાન પામશું. જ્ઞાનીની દ્રષ્ટિમાં-દ્રષ્ટિના સ્વભાવમાં-તો હું રાગનો કર્તાય નહિ અને ભોક્તાય નહિ એમ છે; પણ જ્ઞાનમાં, પર્યાયમાં જે રાગનું પરિણમન છે તે મારું છે ને હું તેનો કર્તા-ભોક્તા છું-એમ જ્ઞાની જાણે છે; માત્ર જાણે જ છે હોં (કર્તવ્ય છે ને કરે છે એમ નહિ). આવો અનેકાન્ત મારગ છે. (તે સ્યાદ્વાદ વડે સમજવો જોઈએ) અહીં કહે છે-કર્મ મને આચ્છાદિત કરે છે એમ છે જ નહિ -એમ જ્ઞાની માને છે.

પ્રશ્નઃ– તો ધર્મીને આવાં-આવાં કર્મ હોય છે ને આવું આવરણ હોય છે એમ આવે છે ને?

સમાધાનઃ– ભાઈ! અહીં તો એમ કહે છે કે-જ્ઞાની એમ જાણે છે કે કર્મ મારા લક્ષમાં આવ્યાં છે, મને તે છે એનું જ્ઞાન થયું છે પણ તેઓ મને આચ્છાદિત કરે છે વા મારું આવરણ કરે છે એમ છે નહિ. જ્ઞાનીને જે કર્મ છે તેનું જ્ઞાન થયું છે; જ્ઞાનની દ્વિરૂપતામાં પોતાનું જ્ઞાન ને કર્મનું પણ જ્ઞાન થયું છે, પણ કર્મ સ્વભાવનું આવરણ કરે છે એમ છે નહિ. મારામાં (-આત્મામાં) કર્મ છે ને તે વડે હું હીન છું એમ જ્ઞાની માનતો નથી. એની પર્યાયમાં જે હીનતા થઈ છે એ તો એની કમજોરીને લઈને છે અને એનો પણ એ તો જ્ઞાતા જ છે. હવે કર્મથી વિકાર થાય એવું (વિપરીત) માનનારને આવું બેસવું કઠણ પડે, પણ ભાઈ! કર્મથી વિકાર થાય એવો આત્મસ્વભાવ જ નથી. અહા! કર્મ મારી ચીજ નથી અને પર્યાયમાં જે વિકાર છે તે મારી નબળાઈને લઈને છે પણ કર્મને લઈને છે એમ છે નહિ-એમ ધર્મી જાણે અને માને છે.

હવે નોકર્મ; આ શરીર, મન, વાણી આદિ જેટલાં બહારનાં નિમિત્ત છે તે નોકર્મ છે; અર્થાત્ બધાં નોકર્મ નિમિત્તરૂપ છે. ધર્મી તેનું જ્ઞાન કરે છે, બીજી ચીજ છે એમ જ્ઞાન કરે છે પણ તે મારી છે એમ માનતા નથી. અહા! આ શરીર, મન, વાણી, ધન-સંપત્તિ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ મારાં છે એમ ધર્મી જાણતા અને માનતા