સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૩૧ કરે તે એથીય વિશેષ મંદકષાયના પરિણામ છે. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારમાં ઉપયોગને લગાવે તો અધિક-અધિક મંદકષાયના પરમ શુક્લલેશ્યાના પરિણામ થાય. મંદકષાયની અપેક્ષાએ સૂક્ષ્મ લેતાં લેતાં ઠેઠ ‘હું એક જ્ઞાયકભાવ છું’-એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદકષાયના પરિણામ છે, પણ તે અકષાયભાવ નથી. ભાઈ! કષાયભાવના આશ્રયે અકષાયભાવ-વીતરાગભાવ ન પ્રગટે. જ્યાં સુધી અંદર ‘હું એક જ્ઞાયકભાવ છું’ એવો પણ વિકલ્પ છે ત્યાં સુધી તેને સ્વનો આશ્રય નથી અને સ્વના આશ્રય વિના, સ્વમાં અભેદરૂપ પરિણમન થયા વિના વીતરાગતા કે સમ્યગ્દર્શન થતું નથી. પંડિત શ્રી ટોડરમલજીકૃત મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ આનો ખુલાસો છે. અહા! છતાં આ અજ્ઞાનીઓ કેમ માનતા નહિ હોય? અરે પ્રભુ! તું શું કરે છે આ? ભાઈ! તારી દ્રષ્ટિને મેળ ન ખાય માટે સત્યને ઉડાવી દે છે? ભાઈ! એનું ફળ બહુ આકરું છે હોં. વ્યવહારના-રાગના પક્ષને લીધે અનંતકાળ પ્રભુ! તારો સંસારની રઝળપટ્ટીમાં-દુઃખમાં ગયો છે.
અહીં ભાવાર્થમાં શ્રી જયચંદજી કહે છે-‘જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? અને જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? માટે હવે કહે છે-‘આવી અવ્યવસ્થા જાણીને...’ જોયું? જ્ઞાની પોતે જાણનાર જ રહે છે. આ સિદ્ધાંત છે કે જ્ઞાની જાણનાર જ રહે છે. કહે છે-‘આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.’ આવી વાત છે.
આની સ્પષ્ટતા તો થઈ ગઈ છે. અહીં શું કહે છે? કે વેદકભાવ એટલે વેદવાનો- ભોગવવાનો ભાવ. પર પદાર્થના લક્ષથી વેદવાનો ભાવ તે વેદકભાવ છે, અને વેદ્ય એટલે વાંછા કરનારો ભાવ, અર્થાત્ આને હું ભોગવું એવી ઇચ્છા કરનારો ભાવ તે વેદ્યભાવ છે. અહીં કહે છે-તે બન્નેને કાળભેદ છે. બન્નેનો મેળ ખાતો જ નથી. કોઈ પણ સામગ્રીની- સ્ત્રી, પૈસા, મકાન આદિની વાંછા થઈ તે વેદ્યભાવ. તે વેદ્યભાવના કાળે તે વસ્તુ હોતી નથી. વસ્તુ જો હોય તો વાંછા શું કામ થાય? એટલે ઇચ્છાના કાળે ભોગવવાનો કાળ હોતો નથી. અને જ્યારે વસ્તુ આવે અને ભોગવવાનો કાળ હોય ત્યારે ઇચ્છા ચાલી ગઈ હોય છે. પછી વેદકભાવ કોને વેદે? આ પ્રમાણે વેદ્યભાવના વેદનની અનવસ્થા છે, માટે જ્ઞાની જાણનાર જ રહે છે પણ વાંછા કરતો નથી.
શું કહે છે? કે જ્ઞાનીને વેદ્ય-વેદકભાવ હોતો નથી. કેમ? કેમકે જેની દ્રષ્ટિ ધ્રુવ સ્વભાવ એક ચૈતન્યભાવ ઉપર પડી છે તે અત્યંત નાશવાન એવા વિકારભાવની વાંછા અને તેના વેદનની વાંછા કેમ કરે? અહાહા...! કોઈ સમ્યગ્દ્રષ્ટિને ૯૬ હજાર સ્ત્રી હોય