Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2331 of 4199

 

૪૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

यथा पुनः स एव पुरुषो वृत्तिनिमित्तं न सेवते राजानम्।
तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२६।।
एवमेव सम्यग्द्रष्टिः विषयार्थ सेवते न कर्मरजः।
तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान्।। २२७।।
ગાથાર્થઃ– [यथा] જેમ [इह] આ જગતમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ

[वृत्तिनिमित्तं तु] આજીવિકા અર્થે [राजानम्] રાજાને [सेवते] સેવે છે [तद्] તો [सः राजा अपि] તે રાજા પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા [विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [ददाति] આપે છે, [एवम् एव] તેવી જ રીતે [जीवपुरुषः] જીવપુરુષ [सुखनिमित्तम्] સુખ અર્થે [कर्मरजः] કર્મરજને [सेवते] સેવે છે [तद्] તો [तत् कर्म अपि] તે કર્મ પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા[विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [ददाति] આપે છે.

[पुनः] વળી [यथा] જેમ [सः एव पुरुषः] તે જ પુરુષ [वृत्तिनिमित्तं]

આજીવિકા અર્થે [राजानम्] રાજાને [न सेवते] નથી સેવતો [तद्] તો [सः राजा अपि] તે રાજા પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા [विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [न ददाति] નથી આપતો, [एवम् एव] તેવી જ રીતે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [विषयार्थ] વિષય અર્થે [कर्मरजः] કર્મરજને [न सेवते] નથી સેવતો [तद्] તો (અર્થાત્ તેથી) [तत् कर्म] તે કર્મ પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા [विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [न ददाति] નથી આપતું.

ટીકાઃ– જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દ્રષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો આશય) છે.

ભાવાર્થઃ– અહીં એક આશય તો આ પ્રમાણે છેઃ- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.

બીજો આશય આ પ્રમાણે છેઃ- અજ્ઞાની સુખ (-રાગાદિપરિણામ) ઉત્પન્ન