Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2543 of 4199

 

સમયસાર ગાથા-રપ૦] [૬૩ છે. તેમાં અંતર્દ્રષ્ટિ કરતાં પર્યાયમાં રાગની ઉત્પત્તિ ન થતાં ચૈતન્યની નિર્મળ પરિણતિની- વીતરાગ પરિણતિની-ઉત્પત્તિ થવી તે દયાધર્મ છે. તે આત્મરૂપ છે, આત્માના સ્વભાવરૂપ છે. આવો દયાધર્મ સમ્યગ્દ્રષ્ટિને હોય છે, અજ્ઞાનીને હોતો નથી.

વિકલ્પના કાળમાં સમ્યગ્દ્રષ્ટિને પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત્ હોય છે, તોપણ તે વિકલ્પમાં, હું પરની રક્ષાનો કરનારો છું એવો આત્મભાવ નથી, અહંભાવ નથી તે તો જાણે છે કે પર જીવનું જીવન તો તેની યોગ્યતાથી તેના આયુના કારણે છે, તેમાં મારું કાંઈ કર્તવ્ય નથી; હું તો નિમિત્તમાત્ર છું. અહા! ધર્મી પુરુષ તો પરના જીવન સમયે પોતાને જે પર-દયાનો વિકલ્પ થયો ને યોગની ક્રિયા થઈ તેનો પણ જાણનાર-માત્ર રહે છે, કર્તા થતો નથી, તો પછી પરના જીવનનો કર્તા તે કેમ થાય? બાપુ! પરની દયા હું પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ ને અજ્ઞાનભાવ છે, એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાઈ! વીતરાગ મારગની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી.

સ્થાનકવાસીમાં આવતું કે-

દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ;
અનંત જીવ મુક્તિ ગયા, દયા તણા પરિણામ.

અહાહા...! એ કઈ દયા બાપુ? દયા શબ્દનો અર્થ અને એનું વાચ્ય શું? તો કહે છે-નિર્મળાનંદનો નાથ અનંત અનંત શક્તિનો ભંડાર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે છે. આવા પોતાના આત્માની પ્રતીતિ કરીને તેમાં એકાગ્ર થઈ સ્થિત થવું, તેમાં જ લીન થઈ રહેવું તે દયા છે ને તે સુખની ખાણ છે. આવી જ દયા ધારીને અનંત જીવ મુક્તિ ગયા છે, પણ શુભજોગરૂપ પરદયાની ક્રિયાથી મુક્તિએ ગયા છે એમ નથી. ભાઈ! શુભજોગની ક્રિયા-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પરૂપ રાગની ક્રિયાથી મુક્તિ થશે એવી તારી માન્યતા ખોટી છે. અહાહા...! શુભજોગની ક્રિયા-વિકલ્પથી રહિત નિર્વિકલ્પ નિત્યાનંદ પ્રભુ આત્માની અંદરમાં રુચિ કરી નહિ તો એ બધી ક્રિયા ફોગટ જશે, કાંઈ કામ નહિ આવે. સમજાણું કાંઈ....?

ભાઈ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો અસાધારણ માર્ગ છે. શું કીધું? એક ‘ક’ બોલે એટલા કાળમાં અસંખ્ય સમય જાય; એવા એક સમયમાં જે ત્રણકાળ-ત્રણલોકને દેખે-જાણે છે એવા સર્વજ્ઞ પ્રભુનો આ માર્ગ છે. અહા! તે એક સમયનું શું સામર્થ્ય!! એ સર્વજ્ઞ પ્રભુએ વસ્તુની સ્થિતિ જેવી જ્ઞાનમાં જોઈ તેવી દિવ્યધ્વનિમાં કહી છે. તે દિવ્યધ્વનિમાં આ આવ્યું કે-હું પરને જિવાડી શકું છું ને પર મને જિવાડી શકે છે-એવી વસ્તુની સ્થિતિ નથી. અહા! આ સ્ત્રી કુટુંબ-દીકરા-દીકરીઓ ઈત્યાદિનું હું ભરણ-પોષણ કરી તેમને નભાવું છું એ