સમયસાર ગાથા ૨પ૧-૨પ૨ ] [ ૬૭ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (-થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (-મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી ‘હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિયતપણે) અજ્ઞાન છે.
હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
‘एवं भणंति सव्वण्हू’–એમ સર્વજ્ઞદેવો કહે છે. શું? કે-‘જીવ આયુકર્મના ઉદયથી જીવે છે-એમ સર્વજ્ઞદેવો કહે છે.’
હવે આમાંથી કેટલાક ઉંધું લે છે કે-જુઓ, કુંદકુંદાચાર્ય કહે છે કે-‘સર્વજ્ઞદેવો એમ કહે છે’ (भणंति सव्वण्हू). લ્યો, આવો ગાથામાં ચોકખો પાઠ છે અને તમે કહો છો કે જીવ ભાષા કરી શકે નહિ. (આમાં ખરું શું?).
અરે ભાઈ! એ તો વાણીના કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા ‘भणन्ति सव्वण्हू’–એમ વ્યવહારથી કહ્યું છે. પણ એનો અર્થ એમ નથી કે સર્વજ્ઞદેવ (જીવ) ભાષા કરી શકે છે. ભાષા તો ભાષાથી જ થઈ છે, ભગવાન સર્વજ્ઞદેવે ભાષા કરી છે એમ છે નહિ.
હવે નયથી યથાર્થ સમજે નહિ અને વાંધા કાઢે કે-ભગવાને કહ્યું છે એવો ચોકખો પાઠ તો છે?
ભાઈ! એ કઈ અપેક્ષાએ કથન છે? ભગવાને ભાષા કરી છે એમ ત્યાં બતાવવું નથી. ભગવાન તો જાણનાર છે, પણ એ વાણીના કાળે ભગવાન (યોગ) નિમિત્ત હતા તેથી નિમિત્તથી ‘ભગવાન કહે છે’-એમ કથન છે. બાકી તે કાળે ભાષાની પર્યાયના ઉત્પાદનો સ્વકાળ હતો તો સ્વતંત્રપણે ભાષાવર્ગણાના પરમાણુઓ શબ્દરૂપે પોતાના ઉપાદાનથી પરિણમી ગયા છે અને તેમાં ભગવાન (યોગ) તે કાળે નિમિત્ત હતા. ‘ભગવાન કહે છે’-એનો આ અર્થ છે. એમ તો આચાર્ય કુંદકુંદે પહેલી ગાથામાં ‘वोच्छामि’–હું સમયસાર કહું છું-એમ કહ્યું છે. પણ ભાઈ! એ તો સંક્ષેપમાં