સમયસાર ગાથા ૨૬૮-૨૬૯ ] [ ૧૭પ બચાવું અર્થાત્ પર જીવોને ન હણું એવો જે પરમાં એકત્વબુદ્ધિનો અહિંસાનો અધ્યવસાય છે તે રાગદ્વેષમોહની ક્રિયાથી અંતર્ગર્ભિત છે અને તેવા અધ્યવસાય વડે તે પોતાને અહિંસક કરે છે એટલે કે રાગદ્વેષમોહરૂપ કરે છે એમ વાત છે. ઝીણી વાત છે પ્રભુ! અહા! પર સાથે ને રાગદ્વેષની ક્રિયા સાથે જે તદ્રૂપ-તન્મય છે એવા આ અધ્યવસાય મિથ્યાત્વના મહાપાપરૂપ છે. તેથી એવા અધ્યવસાય વડે જીવ પોતાને અહિંસક કરે છે એટલે કે પાપરૂપ કરે છે એમ વાત છે; એ પુણ્યેય નથી પણ મિથ્યાત્વના મહાપાપરૂપ છે એમ કહેવું છે. સમજાણું કાંઈ...?
પર જીવોની દયા પાળવાનો જે ભાવ છે તે પુણ્યભાવ છે, પણ તેમાં પર જીવોની દયા હું પાળી શકું છું એવો જે પરના એકત્વસહિત અધ્યવસાય છે તે મિથ્યાત્વના મહાપાપરૂપ છે, અને તે વડે જીવ પોતાને અહિંસક એટલે પાપરૂપ કરે છે એમ અહીં કહે છે. ભારે આકરી વાત!
હવે કહે છે- ‘અને અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે,......’ અહા! અનેક પ્રકારે, હું આ કરું ને તે કરું, ઘરમાં કન્યાઓ મોટી થઈ છે એમને સારા ઠેકાણે પરણાવી દઉં, આ છોકરાઓને કામધંધે લગાડી દઉં, તેમના સુખ માટે બંગલા ને બાગ-બગીચા બનાવી દઉં ઇત્યાદિ અધ્યવસાયથી પોતાના એક જ્ઞાયકભાવને ભૂલીને તું પરમાં એકાકાર થઈ જાય છે પણ ભગવાન! તું એમાં હણાઈ જાય છે, કેમકે એ અધ્યવસાય રાગ-દ્વેષ-મોહની ક્રિયાથી ભરેલા છે. ભગવાન! તું ચોરાસીના અવતારમાં આવા મિથ્યા ભાવ વડે ચારેકોરથી લૂંટાઈ રહ્યો છે.
અહાહા....! બીજાને સામગ્રી દઈ ને સુખી કરી દઉં, પાણી પાઈને તૃષા મટાડું, દવા આપીને એનો રોગ મટાડું, મા-બાપની સેવા કરું, ગરીબોની સેવા કરું, દેશની સેવા કરી લોકોને સુખી કરી દઉં ઇત્યાદિ અધ્યવસાય બધા રાગદ્વેષથી ભરેલા મિથ્યાત્વભાવ છે. આ સત્યાગ્રહ નથી કરતા? એમ કે આ પ્રમાણે ન થાય તો કાયદાનો ભંગ કરીને લોકો જેલમાં જાય છે. ઘણા લોકો આ પ્રમાણે જેલમાં જઈ આવ્યા છે ને? અરે! એ જેલ નહિ બાપુ! જેલ તો આ મિથ્યા અભિપ્રાય છે તે છે. શ્રીમદ રાજચંદ્રે ‘અમૂલ્ય તત્ત્વવિચાર’માં કહ્યું છે ને કે-
‘એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.’ અહાહા...! આત્મા દિવ્ય શક્તિમાન પ્રભુ વીતરાગી પરમાનંદથી ભરેલો અનંત શક્તિઓનો ભંડાર ચિત્ચમત્કારસ્વરૂપ ભગવાન છે. તેને ‘આ પરનું કરું’ એવો મિથ્યા અધ્યવસાય જંજીર નામ જેલ છે. (કેમકે એને આ અધ્યવસાય ૮૪ લાખના અવતારમાં- જેલમાં ધકેલી દે છે.)
અહા! અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. હું વાણિયો છું, હું બ્રાહ્મણ