Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2761 of 4199

 

સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૮૧ વ્યભિચારયુક્ત છે. જેમાં શુદ્ધ આત્માનો આશ્રય છે તે એક જ ઐકાંતિક એટલે સમ્યક્ એકાંત છે, અવ્યભિચાર છે.

અહાહા...! જેને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ભગવાન શુદ્ધ આત્માનો આશ્રય છે તેને નિશ્ચય વસ્તુ યથાર્થ છે, સત્યાર્થ છે; તેને મોક્ષના કારણભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રય અવશ્ય હોય જ છે. અહીં પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તત્ત્વાર્થસૂત્રમાંसम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्गः’ કીધું એમાં પહેલું દર્શન લીધું છે. અહીં પહેલાં ‘જ્ઞાન’ થી કેમ ઉપાડયું? કે જ્ઞાન જાણનાર છે. જ્ઞાન પોતાનેય જાણે ને દર્શન અને ચારિત્રની પર્યાયને પણ જાણે છે; પણ દર્શનની પર્યાય પોતે પોતાનેય જાણે નહિ અને જ્ઞાન ને ચારિત્રનેય જાણે નહિ. તેવી રીતે ચારિત્રની પર્યાય પોતે પોતાને જાણે નહિ અને જ્ઞાન ને દર્શનનેય જાણે નહિ. આ પ્રમાણે જ્ઞાન જાણનાર છે તેથી તેને અહીં પહેલું લીધું છે. અહા! શુદ્ધ ચિદ્રૂપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનની પર્યાય થઈ તે દર્શનને જાણે, ચારિત્રને જાણે અને નિરાકુળ આનંદના વેદનનેય જાણે છે. અહો! જ્ઞાનનું સ્વ-પરને જાણવાનું અદ્ભુત અલૌકિક સામર્થ્ય છે.

હવે કહે છે-આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે-એમ કે શબ્દશ્રુત આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે ને શુદ્ધ આત્માને જ્ઞાનાદિનું આશ્રયપણું ઐકાંતિક છે- એ વાત કારણ સહિત સમજાવવામાં આવે છેઃ-

કહે છે- ‘આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે.’

શું કહે છે? કે ભગવાને કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન પણ એકાંતે જ્ઞાનનું નિમિત્ત-કારણ નથી કેમકે એને કારણ માનવામાં વ્યભિચાર આવે છે. જુઓ, અત્યારે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલાં આચારાંગ આદિ શાસ્ત્રો મૂળ છે નહિ પણ એના અનુસારે રચાએલા સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, ધવલા આદિ શાસ્ત્રો છે. એમાં આ કહે છે કે- આચારાંગ આદિ ભગવાન સર્વજ્ઞે કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન તે યથાર્થ જ્ઞાન નહિ, પણ એ તો પુણ્ય છે. ભાઈ! મિથ્યાત્વની મંદતા ને અનંતાનુબંધીની કાંઈક મંદતા હોય તો એ શાસ્ત્રજ્ઞાન હોય છે, પણ એ કાંઈ વસ્તુ નથી કારણ કે તે યથાર્થનું કારણ નથી. જન્મ- મરણ રહિત થવાની બહુ ઝીણી વાત બાપુ!

ભાઈ! ચોરાસી લાખ યોનિમાં અનંત અનંત વાર જન્મ-મરણ કરી કરીને તારા સોથા નીકળી ગયા છે. એક અંતર્મુહૂર્તમાં (-શ્વાસોચ્છ્વાસમાં) નિગોદના અઢાર ભવ એવા અનંત અનંત વાર કર્યા ભાઈ! આવે છે ને કે-

‘એક શ્વાસમાં અઠ દસ બાર, જન્મ્યો મર્યો ભર્યો દુઃખભાર.’