૩૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ [चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.
[यावत्] જ્યાં સુધી [आत्मा] આત્મા [द्रव्यभावयोः] દ્રવ્યનું અને ભાવનું [अप्रतिक्रमणम् च अप्रत्याख्यानं] અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન [करोति] કરે છે [तावत्] ત્યાં સુધી [सः] તે [कर्ता भवति] કર્તા થાય છે [ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ– આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે, જો એમ ન હોય તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય, અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિકભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિકનો અકારક જ છે એમ સિદ્ધ થયું. (આ રીતે જોકે આત્મા રાગાદિકનો અકારક જ છે) તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને (-પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી (અર્થાત્ જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી) ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને (-રાગાદિભાવને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે; જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે.
ભાવાર્થઃ– અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્યઅપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ-અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્યઅપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન