Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2811 of 4199

 

સમયસાર ગાથા ર૮૩ થી ર૮પ ] [ ૩૩૧

વ્યવહાર-દયા, દાન, ભક્તિના વિકલ્પો પણ ભગવાન! તારું કર્તવ્ય નથી, કેમકે પર ઉપર લક્ષ જાય ત્યારે એ વિકલ્પો થાય છે. આ જીવની દયા પાળું, આને હું આમ પૈસા, આહાર આદિ દઈને સુખી કરું-એમ પર તરફ લક્ષ જાય છે ત્યારે એ વિકલ્પો થાય છે. ત્યાં પર ઉપરનું લક્ષ અને તેથી થતા વિકલ્પ એ બેયનું કરવું તે એની દશામાં અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છે. તેથી આ ભગવાનનો ઉપદેશ છે કે એ બેયને છોડી દે, દ્રવ્ય ને દ્રવ્યના લક્ષે થતા વિકારી ભાવ એ બેયને છોડી દે; કેમકે એ બેયને છોડી દે એવો તારો અંદર શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. ભાઈ! આ હિતની વાત છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માં એક પદ આવે છે કે-

જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ;

ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે; અને કર્મ નામ પુણ્ય- પાપના ભાવ બધું અન્ય એટલે પર-અજીવ છે. પુણ્ય-પાપમાં આત્મા નહિ, અને આત્માના સ્વભાવમાં પુણ્ય-પાપ નહિ. અહા! પુણ્ય-પાપના ભાવ તો પરના લક્ષે થતા નૈમિત્તિક ભાવ છે અને તે સ્વભાવના લક્ષે છોડવા યોગ્ય છે. લ્યો, આવો ઉપદેશ છે.

અહીં એમ કહે છે કે-જો પરદ્રવ્યોને ને આત્માના રાગાદિભાવોને પરસ્પર નિમિત્ત- નૈમિત્તિકપણું ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ એટલે પરનું લક્ષ ન છોડવું ને દ્રવ્ય-અપ્રત્યાખ્યાન એટલે પરનો ત્યાગ ન કરવો એવા અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનના ભાવને છોડી દેવાનો જે ભગવાનનો ઉપદેશ છે તે નિરર્થક જ થાય; ભગવાનના ઉપદેશની સાર્થકતા જ ન રહે. દ્રવ્ય-અપ્રતિક્રમણ ભાવ-અપ્રતિક્રમણનો નિમિત્તકર્તા છે, ને દ્રવ્ય અપ્રત્યાખ્યાન ભાવ-અપ્રત્યાખ્યાનનો નિમિત્તકર્તા છે-એમ જો ન માનવામાં આવે તો દ્રવ્ય ને ભાવ એમ બે પ્રકારના અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનને છોડવાનો ભગવાનનો જે ઉપદેશ છે તે નિરર્થક જ થાય અર્થાત્ એવો ઉપદેશ હોઈ શકે જ નહિ. હવે કહે છે-

‘અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે.’

જોયું? વિકારના ભાવો છે તે આત્માની દશામાં નૈમિત્તિક છે અને તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે. એ બેયનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે છોડાવવો ઈષ્ટ છે. તેથી ભગવાને ઉપદેશમાં બેયનું-દ્રવ્ય ને ભાવનું-જે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન પર્યાયમાં છે તે છોડાવ્યું છે, એટલે કે બેયનું-દ્રવ્ય ને ભાવનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરાવ્યું છે; ભગવાન એમ જ કહે છે કે- રાગ ને રાગના લક્ષવાળું તત્ત્વ તે આત્મા