સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪પ૯ આંસુ આવી જાય એવાં એ અસહ્ય છે. મનુષ્યપણામાં તો તે દુઃખ
સહન કર્યાં, એ સિવાય પશુયોનિમાં ને નરકમાં અતિ તીવ્ર દુઃખો સહન કર્યાં છે. જુઓ, કોઈ માખણ જેવા સુંવાળા દેહવાળો રૂપાળો રાજકુમાર હોય એને જમશેદપુરની ધગધગતી ભઠ્ઠીમાં નાખે અને જે દુઃખ થાય એનાથી અનંતગણું દુઃખ પહેલી નરકમાં દશ હજાર વર્ષની સ્થિતિમાં હોય છે. બાપુ! એ દશ હજાર વર્ષની સ્થિતિએ ત્યાં તું અનંતવાર જન્મ્યો છે. એ પ્રમાણે દશ હજાર વર્ષને એક સમય, દશ હજાર વર્ષ ને બે સમય, દશ હજાર વર્ષ ને ત્રણ સમય-એમ કરીને સાગરોપમની સ્થિતિએ પ્રત્યેક નરકમાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. અહા! આ બધું દુઃખ ભાઈ! તને સ્વરૂપની સમજણ વિના ઊભું થયું છે. માટે હવે (આ અવસરે) તો સ્વરૂપની સમજણ કર. હમણાં નહિ કરે તો કયારે કરીશ ભાઈ? (એમ કે અનંતકાળેય તને આવો અવસર ફરીથી નહિ મળે).
ભગવાન આત્મામાં પુણ્ય-પાપના ભાવ નથી એ તો ઠીક, તેમાં વર્તમાન પર્યાયનો પણ અભાવ છે. ઝીણી વાત પ્રભુ! ત્રિકાળી ધ્રુવમાં વર્તમાન પર્યાયનો અભાવ છે. આથી કોઈ કહે કે પર્યાય પર્યાયમાં પણ નથી તો એમ નથી. સમયસાર ગાથા ૧૧માં પર્યાયને અભૂતાર્થ કહી તે ગૌણ કરીને અભૂતાર્થ કહી છે. ત્યાં એનું પ્રયોજન જે સમ્યગ્દર્શન તેની પ્રાપ્તિ માટે ત્રિકાળી સત્ને સત્યાર્થ કહ્યું ને વર્તમાન પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, કેમકે ત્રિકાળી ધ્રુવના જ આશ્રયે નિજ પ્રયોજનની-સમ્યગ્દર્શનની સિદ્ધિ થાય છે, પર્યાયના આશ્રયે નહિ. આ પ્રમાણે અભેદ એક ચિન્મય આત્મામાં એકાગ્રતા કરવી એ જ દુઃખની મુક્તિનો ઉપાય છે. વચ્ચે વ્યવહાર આવે છે ખરો, પણ એ કાંઈ ઉપાય નથી, ઉલટું એ તો બંધનું-દુઃખનું જ કારણ છે.
ત્યારે કેટલાક રાડુ પાડે છે કે-તમે વ્યવહારનો લોપ કરો છો. અરે, સાંભળને ભાઈ! તારી ચીજમાં એ ડાઘ-કલંક છે. તને વ્યવહારનો આગ્રહ છે અને એનાથી લાભ થવાનું તું માને છે એ તારી દ્રષ્ટિ જ વિપરીત છે. જેનાથી ભિન્ન પડવું છે એનાથી વળી લાભ કેમ થાય? અહા! નિમિત્તને આધીન થઈને જે ભાવો થાય તે શુભ હો કે અશુભ; એ બધા પરના ભાવો છે.
‘ततः’ માટે ‘चिन्मयः भावः एव ग्राह्यः’ (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે, ‘परे भावाः सर्वतः एव हेयाः’ બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે.
આવું ચોક્ખું છે તોય કેટલાક કહે છે-આ એકાન્ત છે; એમ કે તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી.
અરે ભાઈ! આ કહ્યું તો ખરું કે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે અને બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. આ અનેકાન્ત છે. વ્યવહારથી પણ થાય અને