Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3010 of 4199

 

પ૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ નિત્ય પ્રવાહરૂપ છે, તેમ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પ્રવાહપણે કાયમ રહે છે (તેનાપ્રવાહમાં ભંગ પડતો નથી). અહાહા...! સ્વમાં લીન થયેલો તે પુરુષ નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાન પામી, પૂર્ણ શુદ્ધ થઈ, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષદશાને પામે છે.

પ્રથમ મિથ્યાત્વથી, પછી અવ્રતથી અને ત્યારબાદ અસ્થિરતાથી મૂકાય છે ને એ પ્રમાણે પૂરણ મોક્ષદશાને પામે છે. આ ભગવાન કેવળીનો માર્ગ છે. લોકો રાગથી ધર્મ થવાનું માને છે પણ એ (માન્યતા) અન્યમત છે, જૈનમત નહિ, વીતરાગદર્શન નહિ.

ભાઈ! તારું જેવું ર્સ્વસ્વરૂપ છે તેવું (સ્વઆશ્રયે) તેનું જ્ઞાન ને શ્રદ્ધામન કર. તેનું જ્ઞાન-શ્રદ્ધમ-શ્રદ્ધાન થતાં તેમાં અંતઃસ્તિરતા થશે, અને અંતઃસ્થિરતા પૂર્ણ થતાં મોક્ષ થશે. અહા! આ અંતઃસ્થિરતા એ ચારિત્ર છે, પંચમહાવ્રતના ભાવ એ ચારિત્ર નથી. સ્વરૂપસ્થિરતા થતાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધ ઉપયોગની નમાવટ થાય છે અને તે મુનિદશા છે. તેનું અંતિમ ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે.

હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિનામું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છેઃ-

*
કળશ ૧૯૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન

આ મોક્ષ અધિકારનો છેલ્લો કળશ છે. શું કહે છે? ‘बन्धछेदात् अतुलम अक्षय्यम् मोक्षम् कलयत्’ કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું,...

જુઓ, ‘કર્મબંધના છેદથી...’ એટલે શુદ્ધ ચિદાનંદઘન આત્મા છે તેનાં જ્ઞાનશ્રદ્ધાન ને અંતર-રમણતા-લીનતા કરવાથી રાગાદિનો રર્વથા નાક થઈ જાય છે અને સર્વ કર્મનો છેદ થઈ જાય છે; અને ત્યારે અતુલ, અક્ષય, કેવળજ્ઞાનમય મોક્ષદશા પ્રગટ થાય છે. ભાઈ! સિોધન.ે જે વડે મોક્ષદશા પ્રગટ થઈ છે એવું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે.

કેવી છે મોક્ષદશા? તો કહે છે-અતુલ અર્થાત્ અનેપમ છે. અહા! જેની તુલના- ઉપમા કોઈની સાથે ન કરી શકાય એવી મોક્ષદશા અતુલ-અનુપમ છે.

વળી તે અક્ષય અર્થાત્ અવિનાશી છે. અહાહા...! આત્મામાં અજ્ઞાન અને રાગદ્વેષનો સર્વથા નાશ થઈને જે પૂર્ણ કેવળજ્ઞાન અને વીતરાગતાની દશા પ્રગટ થઈ તે અક્ષય-અવિનાશી છે. કેટલાક માને છે ને? કે ભગવાન, ભક્તોને ભીડ પડે ત્યારે, અવતાર ધારણ કરે છે. પણ એ માન્યતા બરાબર નથી. અનંત આનંદની અક્ષય દશા જેને પ્રાપ્ત થઈ તે પછી ભવ ધારણ કરતા નથી. એને ભવનું બીજ જ સમૂળગું નાશ