૨૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯ સ્વભાવી શુદ્ધ એક ચિન્મૂર્તિ નિજ આત્મદ્રવ્યની સન્મુખ થઈ એનો સ્વીકાર કર્યો છે તો તે યથાર્થ છે અને એ જ પુરુષાર્થ છે. અહા! જે જીવ પોતાના જ્ઞાનસ્વભાવનો અંતર્મુખ થઈ નિર્ણય કરે છે તેને ‘આપણે પુરુષાર્થ શું કરીએ? ’ એમ સંદેહ રહેતો નથી, કેમકે એને તો પુરુષાર્થની ધારા ક્રમબદ્ધ શરૂ જ થઈ ગઈ છે. સમજાણું કાંઈ....?
અહાહા...! કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત કેટલી? જેમાં ત્રણકાળના અનંત કેવળી, અનંતા સિદ્ધો અને અનંતા નિગોદ પર્યંતના સંસારી જીવો વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય. અહા! એ કેવળજ્ઞાનની કોઈ અદ્ભૂત તાકાત છે. અહા! આવા કેવળજ્ઞાનની સત્તા જગતમાં છે તેનો સ્વીકાર પર્યાયના કે પરના અવલંબને થતો નથી, પણ પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાનસ્વભાવના જ અવલંબને તેનો સ્વીકાર થાય છે. અહા! જેની દ્રષ્ટિ પર્યાય પરથી ખસીને શુદ્ધ એક જ્ઞાનસ્વભાવના અવલંબનમાં ગઈ તેને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થઈ ગયો, તેને જ્ઞાનસ્વભાવના પુરુષાર્થનો ક્રમ પણ શરૂ થઈ ગયો, અને કાળલબ્ધિ આદિ પાંચે સમવાય થઈ ગયાં. ભાઈ! સર્વજ્ઞની સત્તાનો અને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય પોતાના જ્ઞાનસ્વભાવના લક્ષે-આશ્રયે જ થાય છે અને એનું નામ ધર્મ છે. આવી વાત છે.
અહીં કહે છે-જીવ ક્રમનિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અહા! પોતાના ક્રમબદ્ધ નીપજતા પરિણામને, કહે છે, પરની કોઈ અપેક્ષા નથી; પરની અપેક્ષા વિના જ ક્રમબદ્ધ પોતાના પરિણામ પ્રતિ-સમય નીપજે છે.
ત્યારે કોઈ વળી કહે છે-તમે એક નિશ્ચયની વાત કરો છો, પણ બે કારણોથી કાર્ય થાય છે એમ શાસ્ત્રોમાં આવે છે.
હા, આવે છે. પણ એ તો ભાઈ! ત્યાં સાથે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે, જેમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે તેમ. મોક્ષમાર્ગપ્રકાશકમાં આચાર્યકલ્પ પં. શ્રી ટોડરમલજી કહે છે-“હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે અને એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.”
અહાહા...! એક શબ્દમાં કેટલું સિદ્ધ કર્યું છે? જીવદ્રવ્યની જે સમયે જે