Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3253 of 4199

 

૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु।
तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दव्वं।। ३४३।।
अह जाणगो दु भावो णाणसहावेण अच्छदे त्ति मदं।
तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि।। ३४४।।
कर्मभिस्तु अज्ञानी क्रियते ज्ञानी तथैव कर्मभिः।
कर्मभिः स्वाप्यते जागर्यते तथैव कर्मभिः।। ३३२।।
कर्मभिः सुखी क्रियते दुःखी क्रियते तथैव कर्मभिः।
कर्मभिश्च मिथ्यात्वं नीयते नीयतेऽसंयमं चैव।।
३३३।।
कर्मभिर्भ्राम्यते ऊर्ध्वमधश्चापि तिर्यग्लोकं च।
कर्मभिश्चैव क्रियते शुभाशुभं यावद्यत्किञ्चित्।। ३३४।।
यस्मात्कर्म करोति कर्म ददाति हरतीति यत्किञ्चित्।
तस्मात्तु सर्वजीवा अकारका भवन्त्यापन्नाः।।
३३५।।
ગાથાર્થઃ– [कर्मभिः तु] કર્મો [अज्ञानी क्रियते] (જીવને) અજ્ઞાની કરે છે

[तथा एव] તેમ જ [कर्मभिः ज्ञानी] કર્મો (જીવને) જ્ઞાની કરે છે, [कर्मभिः स्वाप्यते] કર્મો સુવાડે છે [तथा एव] તેમ જ [कर्मभिः जागर्यते] કર્મો જગાડે છે, [कर्मभिः सुखी क्रियते] કર્મો સુખી કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः दुःखी क्रियते] કર્મો દુઃખી કરે છે, [कर्मभिः च मिथ्यात्वं नीयते] કર્મો મિથ્યાત્વ પમાડે છે [च एव] તેમ જ [असंयमं नीयते] કર્મો અસંયમ પમાડે છે, [कर्मभिः] કર્મો [उर्ध्वम् अधः च अपि तिर्यग्लोकं च] ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યગ્લોકમાં [भ्राम्यते] ભમાવે છે, [यत्किञ्चित् यावत् शुभाशुभं] જે કાંઈ પણ જેટલું શુભ અશુભ છે તે બધું [कर्मभिः च एव क्रियते] કર્મો જ કરે છે. [यस्मात्] જેથી [कर्म करोति] કર્મ કરે છે, [कर्म ददाति] કર્મ આપે છે, [हरति] કર્મ હરી લે છે- [इति यत्किञ्चित्] એમ જે કાંઈ પણ કરે છે તે કર્મ જ કરે છે, [तस्मात् तु] તેથી [सर्वजीवाः] સર્વ જીવો [अकारकाः आपन्नाः भवन्ति] અકારક (અકર્તા) ઠરે છે.

વિસ્તારથીય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે,
શું તેથી તે હીન–અધિક બનતો? કેમ કરતો દ્રવ્યને? ૩૪૩.
માને તું– ‘જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિર રહે’,
તો એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪.