૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ જુએ છે, પણ જ્યાં તું આખો છે તેને જો ને. ત્યાં પછી એને દ્રવ્યદ્રષ્ટિ થતાં પોતાને જાણે તે બોધિતબુદ્ધત્વ છે. આમ સ્વયંબુદ્ધત્વ અને બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.
પર્યાયમાં પોતાની મેળે જ જ્ઞાન તે આત્મા એવા જ્ઞાનની ઉત્પત્તિ થાય તે સ્વયં બુદ્ધત્વ અથવા કાળલબ્ધિ આવે ત્યારે થાય એ બે એક જ વાત છે. કાળલબ્ધિ એટલે શું? જે પર્યાયમાં-કાળમાં નિર્મળ સમ્યક્દશા થાય તે કાળલબ્ધિ. પણ એનું જ્ઞાન સાચું કોને થાય? જે જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ અને અનુભવ કરે એને પર્યાયમાં આ કાળ પાકયો એમ સાચું જ્ઞાન થાય. (પરકાળ સામે જોવાથી કાળલબ્ધિ ન થાય.)
સંપ્રદાયમાં એમ કહેતાં કે કેવળજ્ઞાનીએ દીઠું હશે તે દિવસે (સમકિત આદિ) થશે, આપણે શું પુરુષાર્થ કરીએ? પરંતુ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવા કેવળજ્ઞાનની અસ્તિ જગતમાં છે એનો સ્વીકાર કર્યા વિના દીઠું, જાણ્યું એમ કોણે નક્કી કર્યું? કેવળજ્ઞાનની સત્તા જગતમાં હોવાપણે છે એનો નિર્ણય થયા વિના જે કેવળીએ દીઠું તે થાય એ કયાંથી આવ્યું? એ સર્વજ્ઞ ભગવાન કેવા છે, કેવડા છે ઇત્યાદિ શ્રદ્ધાનમાં બેસે એને જ ‘કેવળીએ દીઠું એમ થાય છે’ નો સાચો નિર્ણય હોય છે. (કેવળીનો નિર્ણય અર્થાત્ કેવળજ્ઞાન પર્યાયનો નિર્ણય પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ આત્માની સન્મુખ થયા વિના થઈ શક્તો નથી. આમ જે સ્વભાવ સન્મુખ થઈ કેવળજ્ઞાનનો નિર્ણય કરે છે, તેનો મોહ અવશ્ય નાશ પામે છે. અને સમ્યક્દર્શન થાય છે.)
પ્રવચનસાર ગાથા ૮૦ માં કહ્યું છે કેઃ-
જેણે અરિહંતની એક સમયની પર્યાયમાં કેવળજ્ઞાન છે એમ સ્વભાવ સન્મુખ થઈ નિર્ણય કર્યો તેણે કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો કહેવાય. કેવળજ્ઞાન જે એક સમયની પર્યાય છે એને જે જાણે એને ભવ રહી શકે નહિં. તે દિવસ સં. ૧૯૭૨ માં આ ભાવ આવ્યો હતો. ત્યારે પ્રવચનસાર વાંચ્યું ન હતું.
કેવળજ્ઞાન એક સમયમાં એક ગુણની (જ્ઞાનગુણની) પર્યાય જેની મુદ્ત એક સમય તે ત્રણ કાળ જાણે! અહાહા! સ્વયંભૂસ્તોત્રમાં સ્વામી સમંતભદ્રાચાર્યે કહ્યું છે કે-હે નાથ!