૨૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પુરુષાર્થ જોઈએ. કોઈ વિરલ પુરુષો જ તેને પ્રાપ્ત કરે છે. આવે છે ને (યોગસારમાં) કે-
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.
અહા! શુદ્ધ અંતઃતત્ત્વની આવી વાત સાંભળનારાય આજે તો અતિ દુર્લભ છે. અહો! સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે-તું પણ અંદર મારા જેવો પરમાત્મા છો. એક સમયની પર્યાયમાં ભૂલ છે; તે સ્વાધીન દ્રષ્ટિ થતાં નીકળી જવા યોગ્ય છે.
અહા! આઠ વર્ષનો બાળક પણ સમજણ કરીને કેવળ લે એવી તેની શક્તિ છે. આઠ વર્ષનો રાજકુમાર હોય તે ગુરુ પાસે જઈ અતિ વિનયવંત થઈને સાંભળે ને તેને અંતરમાં બેસી જાય કે-અહો! હું તો પૂર્ણાનંદનો નાથ એકલી શાંતિનો પિંડ છું, મને બીજા કોઈની અપેક્ષા-જરૂર નથી. અહા! આવું ભાન થયા પછી એને અંદર એવું વૈરાગ્યનું દબાણ ઊભું થાય કે તે સ્વરૂપમાં વિશેષ રમવા માટે દીક્ષિત થવા ઈચ્છે અને ત્યારે તે માતાની પાસે જઈને કહે કે-
હે માતા! આ શરીરને ઉત્પન્ન કરનારી તું જનેતા છો; તું મારા આત્માની જનેતા નથી. મેં મારા આત્માને જાણ્યો-અનુભવ્યો છે, ને હવે હું પૂર્ણ સાધના કરવા જંગલમાં જાઉં છું. હે માતા! હવે હું બીજી માતા કરવાનો નથી, માટે માતા! મને રજા આપ. અહાહા....! મણિમય રતનથી જડેલા જેના રાજમહેલ છે એવા રાજાનો પુત્ર-રાજકુમાર માતાની આજ્ઞા લઈને પરિપૂર્ણ આનંદને સાધવા જંગલમાં ચાલ્યો જાય છે! અહો! ધન્ય એ વૈરાગ્યનો પ્રસંગ! ધન્ય એ મુનિદશા! !
અહા! જેમ દ્રવ્યદ્રષ્ટિવંત પુરુષ તીવ્ર વૈરાગ્યને પ્રાપ્ત થતાં સાધનાની પૂર્ણતા કરવા માટે ગૃહવાસ છોડી જંગલમાં ચાલ્યો જાય છે તેમ, વર્તમાન પર્યાયમાં જે વિકાર ને અલ્પજ્ઞતા છે તે પોતાની દશા છે, કર્મને લઈને નથી-એમ પર્યાયની સ્વતંત્રતા અંતરમાં બેસતાં, તે દ્રવ્યની સ્વતંત્રતા નક્કી કરવા માટે પર્યાયનું લક્ષ છોડી સીધો ત્રિકાળી દ્રવ્યમાં ચાલ્યો જાય છે. અહો! આવો અલૌકિક મારગ છે!
અમે તો ૭૩ ની સાલમાં વાત બહાર મૂકી હતી કે કર્મને લઈને વિકાર થાય છે કે કર્મને લઈને એને અલ્પજ્ઞતા થાય છે વા કર્મ ખસી જાય તો એને જ્ઞાન થાય એમ બધું કર્મ જ કરે છે એ માન્યતા જૈનદર્શન નથી; એ તો અજ્ઞાનીઓની વિપરીત માન્યતા છે. ત્યારે ખળભળાટ મચી ગયેલો, પણ વસ્તુસ્વરૂપ બીજી રીતે કેમ થાય?
‘વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો અર્થ કરે છે કે- “ વેદના ઉદયથી