Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3372 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩પ૩ પામે છે (-ઉત્પન્ન થાય છે) [यावत् एतत् ज्ञानं ज्ञानं न भवति] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય [पुनः बोध्यम् बोध्यतां न याति] અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. [तत् इदं ज्ञानं न्यक्कृत–अज्ञानभावं ज्ञानं भवतु] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ- [येन भाव–अभावौ तिरयन् पूर्णस्वभावः भवति] કે જેથી ભાવ- અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય.

ભાવાર્થઃ– જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, ત્યાં સુધી

રાગદ્વેષ ઊપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે. ૨૧૭.

*
સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પઃ મથાળું

‘(ખડી તો ખડી જ છે’ -એ નિશ્ચય છે; ‘ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત-સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે ‘જ્ઞાયક તો જ્ઞાયક જ છે’ -એ નિશ્ચય છે; જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ-

* ગાથા ૩પ૬ થી ૩૬પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે.’

શું કહે છે? કે આ જગતમાં સેટિકા નામ ખડી છે તે શ્વેતગુણથી ભરેલું દ્રવ્ય છે, અને ભીંત આદિ પરદ્રવ્ય છે તે વ્યવહારથી ખડીનું શ્વેત્ય છે. ‘વ્યવહારથી’ કેમ કહ્યું? કારણ કે ખડી ખડીરૂપ છે, ભીંત ભીંતરૂપ છે, ખડી છે તે ભીંતમાં પ્રવેશ કરતી નથી. માટે ખડી ભીંતને ધોળી કરે છે વા ભીંત ખડીનું શ્વેત્ય છે એમ કહેવું તે વ્યવહાર છે. (નિશ્ચયથી તો ખડી ભીંતને અડીય નથી)

જુઓ, ખડી દ્રવ્ય છે, શ્વેત તેનો ગુણ-સ્વભાવ છે, અને ભીંત ખડીનું વ્યવહારે શ્વેત્ય છે, અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે. આમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય સિદ્ધ થયાં. હવે કહે છે-

‘હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત આદિ પરદ્રવ્ય તેની છે