Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3374 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩પપ વાળું દ્રવ્ય છે, અને શરીર, મન, વાણી ઇત્યાદિ-પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે આત્માનું જ્ઞેય છે. વ્યવહારે જ્ઞેય છે એટલે શું? કે ચેતનારો આત્મા તો ચૈતન્યરૂપ-જ્ઞાનરૂપ જ છે અને શરીરાદિ પરદ્રવ્ય શરીરાદિરૂપ જ છે. જ્ઞાન શરીરાદિરૂપ થતું નથી, જ્ઞાન તો શરીરાદિને અડતુંય નથી. જ્ઞાન જ્ઞાનસ્વરૂપ રહીને પરજ્ઞેયોને જાણે છે. લોકાલોકને જ્ઞાન જાણે છે ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, કાંઈ લોકાલોકરૂપ થતું નથી, વળી લોકાલોક છે તે કાંઈ જ્ઞાનરૂપ થતું નથી. માટે કહ્યું કે પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે ચેતયિતાનું જ્ઞેય છે.

જગતના જ્ઞેય પદાર્થોને જ્ઞાનની પર્યાય જાણે છે. તે જ્ઞાનની પર્યાય જ્ઞેયથી થઈ કે પોતાથી થઈ છે? જ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, તે જ્ઞેયથી ઉત્પન્ન થઈ નથી, વળી તે જ્ઞેયરૂપ પણ થઈ નથી; જો જ્ઞેયરૂપ થાય તો જ્ઞાનનો નાશ થઈ જાય. એ જ કહે છે કે-

‘હવે, જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, જ્ઞેય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી! એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ વિચારવામાં આવે છેઃ-

જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;-આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.’

જુઓ, શું કીધું? કે ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા પુદ્ગલાદિ રૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-એવો પારમાર્થિક સંબંધ છે; જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે તેમ ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો તે પુદ્ગલાદિરૂપ જ હોય, અન્યરૂપ ન હોય. આમ હોતાં, કહે છે, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય.

અહાહા...! જેમ સાકર મીઠાશનો પુંજ છે તેમ ભગવાન આત્મા-ચેતયિતા પ્રભુ એકલો જ્ઞાનનો પુંજ છે. અહા! આવો ચૈતન્યનિધિ પ્રભુ આત્મા પુદ્ગલાદિ પરજ્ઞેયોને જાણે છે તે જ્ઞેયરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે? અહાહા...! આત્મા- ચેતયિતા જ્ઞાનરૂપ રહીને જ પુદ્ગલાદિ જ્ઞેયોને જાણે છે. આત્મા જ્ઞેયરૂપ થાય તો આત્માનો-સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો કદીય થતો નથી,