સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૯૯ स्वभावस्य भवति’ બાકીનું કોઈ અન્ય દ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે? (ન જ થઈ શકે.) ‘यदि वा स्वभावः किं तस्य स्यात्’ અથવા શું તે (જ્ઞાનાદિ સ્વભાવ) કોઈ અન્ય દ્રવ્યનો થઈ શકે? (ન જ થઈ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી).
શું કીધું આ? કે શુદ્ધ દ્રવ્યનું નિજરસરૂપે પરિણમન થાય છે. આત્માનું પરિણમન નિજરસરૂપે આત્માથી થાય છે, ને વાણીનું પરિણમન વાણીથી થાય છે. આત્મામાં જ્ઞાન થાય તે જ્ઞાનના કારણે થાય છે, પરના-વાણીના કારણથી નહિ. પહેલાં જ્ઞાન ન હોતું ને ભગવાનની વાણી સાંભળીને જ્ઞાન થયું એમ કોઈ માને તો, કહે છે, એમ નથી. આત્મામાં જ્ઞાનની પર્યાય નિજરસથી પ્રગટ થાય છે. અને વાણીની વાણીરૂપ પર્યાય પણ પરમાણુના નિજરસથી થાય છે, આત્મા તેને કરે છે એમ નથી. અહાહા...! આત્મા વાણીને કરે એમ નહિ અને વાણીથી એને જ્ઞાન થાય એમ પણ નહિ. અહો! આવી અલૌકિક વાત!
કહે છે-બાકીનું કોઈ અન્ય દ્રવ્ય શું તે જ્ઞાનાદિ સ્વભાવનું થઈ શકે? ન જ થઈ શકે. આ શરીર ને પુણ્ય-પાપ આદિ ભાવ શું જ્ઞાનસ્વભાવનાં થઈ શકે? અને શું આત્મા-જ્ઞાનસ્વભાવ શરીર ને પુણ્ય-પાપ આદિરૂપ થઈ શકે? ન થઈ શકે, કદીય ન થઈ શકે. ભાઈ! આ તો અલૌકિક ભેદજ્ઞાનની વાત બાપા! અહાહા....! દયા, દાન આદિ શુભના વિકલ્પથી પણ આત્માનો જ્ઞાનસ્વભાવ ભિન્ન છે એવું અંતરમાં ભેદજ્ઞાન કરવાથી ધર્મ પ્રગટે છે, ને ભેદજ્ઞાનથી મુક્તિ થાય છે. કળશમાં આવે છે ને કે-અનંત સિદ્ધો જે મુક્તિ પામ્યા છે તે ભેદવિજ્ઞાનથી પામ્યા છે, ને અનંત જીવો જે સંસારમાં રખડે છે તે ભેદવિજ્ઞાનના અભાવના કારણે રખડે છે. અહો! ભેદવિજ્ઞાન કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે, મહાદુર્લભ!
અહા! સંતો પોકાર કરીને કહે છે- શું જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા રાગ અને શરીરનો થઈ જાય છે? અને રાગ અને શરીર શું જ્ઞાનાનંદસ્વભાવી આત્માનાં થઈ જાય છે? ના, કદાપિ નહિ. આત્માનું જ્ઞાન નિજરસથી પ્રગટ થાય છે અને તે પોતાના સામર્થ્યથી પરજ્ઞેયોને જાણે છે, તેને પરજ્ઞેયોની કે કોઈ બાહ્ય નિમિત્તોની અપેક્ષા નથી. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.
આવી ઝીણી વાત! કોઈને થાય કે સોનગઢમાં એકલો નિશ્ચયનો ઉપદેશ આપે છે; એમ કે દયા, દાન આદિ વ્યવહારનો તેઓ લોપ કરે છે.
અરે ભાઈ! જરા સાંભળ તો ખરો પ્રભુ! અહીં જુએ તો તને જણાશે કે અહીં તો ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, દયા, દાન આદિ બધું જ ચાલે છે; હા, પણ