સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૨૭
જુઓ, અહીં રાગદ્વેષાદિ વિકારને ચેતનના પરિણામ કહ્યા કેમકે તે ચેતનની પર્યાયમાં થાય છે. બીજે જ્યાં શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવાની વાત હોય ને સ્વભાવનો - ધ્રુવનો આશ્રય કરાવવાનું પ્રયોજન હોય ત્યાં તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જ્યાં જે વિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જેને સ્વભાવની-ધ્રુવની દ્રષ્ટિ થઈ તેને પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે; વિકાર એનું વ્યાપ્ય નથી એ અપેક્ષાથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અહીં રાગદ્વેષાદિ વિકારના ભાવ જીવની દશામાં થાય છે માટે જીવના પરિણામ કહ્યા છે. તેઓ જડમાં થતા નથી, જડ દ્રવ્યો તેને નીપજાવતા નથી, કેમકે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ-પર્યાયોથી ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે.