ૐ
परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ।
तम्हा दु सव्वदव्वा उप्पज्जंते सहावेण।। ३७२।।
तम्हा दु सव्वदव्वा उप्पज्जंते सहावेण।। ३७२।।
अन्यद्रव्येणान्यद्रव्यस्य न क्रियते गुणोत्पादः।
तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२।।
तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२।।
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
ગાથાર્થઃ– [अन्यद्रव्येण] અન્ય દ્રવ્યથી [अन्यद्रव्यस्य] અન્ય દ્રવ્યને [गुणोत्पादः]
ગુણની ઉત્પત્તિ [न क्रियते] કરી શકાતી નથી; [तस्मात् तु] તેથી (એ સિદ્ધાંત છે કે) [सर्वद्रव्याणि] સર્વ દ્રવ્યો [स्वभावेन] પોતપોતાના સ્વભાવથી [उत्पद्यन्ते] ઊપજે છે.