Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3485 of 4199

 

૩૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

निन्दितसंस्तुतवचनानि पुद्गलाः परिणमन्ति बहुकानि।
तानि श्रुत्वा रुष्यति तुष्यति च पुनरहं भणितः।।
३७३।।
पुद्गलद्रव्यं शब्दत्वपरिणतं तस्य यदि गुणोऽन्यः।
तस्मान्न त्वं भणितः किञ्चिदपि किं रुष्यस्यबुद्धः।। ३७४।।
अशुभः शुभो वा शब्दो न त्वां भणति शृणु मामिति स एव।
न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयमागतं शब्दम्।। ३७५।।
अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव।
न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम्।। ३७६।।
अशुभः शुभो वा गन्धो न त्वां भणति जिघ्र मामिति स एव।
न चैति विनिर्ग्रहीतुं
घ्राणविषयमागतं गन्धम्।। ३७७।।
ગાથાર્થઃ– [बहुकानि] બહુ પ્રકારનાં [निन्दितसंस्तुतवचनानि] નિંદાનાં અને

સ્તુતિનાં વચનોરૂપે [पुद्गलाः] પુદ્ગલો [परिणमन्ति] પરિણમે છે; [तानि श्रुत्वा पुनः] તેમને સાંભળીને અજ્ઞાની જીવ [अहं भणितः] ‘મને કહ્યું’ એમ માનીને [रुष्यति तुष्यति च] રોષ તથા તોષ કરે છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).

[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય [शब्दत्वपरिणतं] શબ્દપણે પરિણમ્યું છે; [तस्य

गुणः] તેનો ગુણ [यदि अन्यः] જો (તારાથી) અન્ય છે, [तस्मात्] તો હે અજ્ઞાની જીવ! [त्वं न किञ्चित् अपि भणितः] તને કાંઈ પણ કહ્યું નથી; [अबुद्धः] તું અજ્ઞાની થયો થકો [किं रुष्यसि] રોષ શા માટે કરે છે?

[अशुभः वा शुभः शब्दः] અશુભ અથવા શુભ શબ્દ [त्वां न भणति] તને એમ

નથી કહેતો કે [माम् शुणु इति] ‘તું મને સાંભળ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [श्रोत्रविषयम् आगतं शब्दम्] શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા (જાણવા) જતો નથી.

[अशुभं वा शुभं रूपं] અશુભ અથવા શુભ રૂપ [त्वां न भणति] તને એમ નથી

કહેતું કે [माम् पश्य इति] ‘તું મને જો’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [चक्षुर्विषयम् आगतं] ચક્ષુ-ઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) [रूपम्] રૂપને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.

[अशुभः वा शुभः गन्धः] અશુભ અથવા શુભ ગંધ [त्वां न भणति] તને એમ

નથી કહેતી કે [माम् जिघ्र इति] ‘તું મને સૂંઘ’; [सः एव च] અને આત્મા પણ