પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ, અને તેને જાણતાં તે શબ્દાદિરૂપ થઈ જતો નથી. બહુ ઝીણી વાત ભાઈ!
હવે કહે છે- ‘વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.
જુઓ, આ સિદ્ધાંત કહ્યો-કે વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. ભાઈ! આત્માની જ્ઞાનની દશા શબ્દાદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી; કેમકે જ્ઞાનનું સ્વનું ભવન-પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે, પરથી નહિ. આ શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણીથી જ્ઞાન થાય કે ગુરુના ઉપદેશથી જ્ઞાન થાય એમ વસ્તુસ્વરૂપ નથી. પરદ્રવ્યથી પોતાનું જ્ઞાન ત્રણકાળમાં થાય નહિ. જ્ઞાનાનંદસ્વરૂપ પોતાનો આત્મા છે તેમાં નજર કરવાથી પોતાનાં જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાથી સમજે કે-હું કર્મ નહિ, વિકાર નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, હું તો અખંડ એક આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છું- એમ અનુભવ કરે ત્યારે પોતે પોતાનો ગુરુ છે અને ત્યારે પર ગુરુને નિમિત્ત કહેવામાં આવે છે. પર ગુરુ નિમિત્ત છે. બસ.
અહાહા...! વસ્તુ અંદર પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે; પણ તેના પર શબ્દાદિ પદાર્થોની એકતાબુદ્ધિનું અનંતકાળથી તાળું માર્યું છે. ભાઈ! એક વાર તું ભેદજ્ઞાનની કુંચી લગાવી દે અને તાળું ખોલી નાખ. હું તો જ્ઞાન છું, શબ્દાદિ નહિ, વિકલ્પ નહિ-એમ કુંચી લગાવી દે. અહાહા...! તારાં અનંત ચૈતન્યનાં નિધાન પ્રગટ- ખુલ્લાં થશે, તને સ્વાનુભવની અતીન્દ્રિય મોજ પ્રગટ થશે. આવો મારગ છે ભાઈ! સંસારથી સાવ જુદો.
અહાહા...! કહે છે-જગતના પર પદાર્થો કહેતા નથી કે મને જાણવામાં તું ઝુકી પડ, અને પોતે પણ પોતાના સ્વરૂપથી ખસીને પર પદાર્થોને જાણવા જતો નથી. અહા! આવી વસ્તુસ્થિતિ છે તોપણ પોતે પોતાને ભૂલીને પરની દયા પાળવામાં તત્પર રહે છે! અરે! જ્યાં વસ્તુ પડી છે ત્યાં દેખતો નથી અને જ્યાં પોતાની ચીજ નથી ત્યાં રોકાઈ ગયો છે; જાણે પરમાંથી પોતાનું જ્ઞાન આવશે, સુખ આવશે-પણ ભાઈ! એ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પદાર્થો વડે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ શકતી નથી કેમકે વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી.
વળી વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. શું કીધું? પોતાનું જ્ઞાન પરને