૩૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ તે કર્મફળચેતના છે. અહીં કહે છે - તેને (-કર્મચેતના ને કર્મફળચેતનાને) દૂર કરી જ્ઞાનચેતનાનો અનુભવ કર. જ્ઞાનચેતનારૂપ અભ્યાસ કરવો તે ધર્મ છે. અહાહા...! હું તો જ્ઞાનસ્વરૂપ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છું, જાણનાર-દેખનાર છું એમ સ્વાભિમુખ થઈ અભ્યાસ કરવો તે જ્ઞાનચેતનાનો અભ્યાસ છે અને તે ધર્મ છે. કર્મચેતના ને કર્મફળચેતનાનો અભ્યાસ સંસાર છે, દુઃખ છે; એનાથી વિપરીત જ્ઞાનચેતનાનો અભ્યાસ ધર્મ છે ને તેનું ફળ પરમ શુદ્ધતારૂપ મોક્ષ છે, પરમ અતીન્દ્રિય સુખ છે. માટે કર્મચેતના ને કર્મફળચેતના દૂર કરી એક શુદ્ધભાવમય જ્ઞાનચેતનાનો અભ્યાસ કરો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વ- વિશુદ્ધજ્ઞાનના પ્રરૂપક નવમા અંક પરનાં શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો સમાપ્ત થયાં.