ગાથા ૨૬ ] [ ૧૦૧ રૂપથી લોકોનાં મન હરી લે છે, [दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે અને [अष्टसहस्रलक्षणधराः] એક હજારને આઠ લક્ષણોને ધારણ કરે છે, -એવા છે. ૨૪.
-ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહૃાું.
હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ-
અજ્ઞાની કહે છે કે-તમે બધી આવી વાતો કરો છો તો જે સ્તુતિ કરાય છે તે કોની કરાય છે? શરીરની. માટે શરીર તે આત્મા છે. તમે ‘શરીર રહિત, શરીર રહિત’ એમ આટલો બધો પોકાર શાનો કરો છો? આમ અજ્ઞાની જીવ સામી દલીલ કરે છે.
‘જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે.’ શરીર અને આત્મા બન્ને એક જ છે. વળી તમે જુદા જુદા કહો છો, પણ એ અમને બેસતું નથી. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છેઃ-(આમ અજ્ઞાનીએ શાસ્ત્રમાંથી આધાર કાઢયો).
મહારાજ! તમે કહો છો કે શરીર અને આત્મા બન્ને જુદા છે પણ તમારા જ શાસ્ત્રમાં શરીરની સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરી છે. જેમ કેઃ-
‘ते तीर्थेश्वराः सूरयः वन्द्या’ તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે તે? ‘ये कान्त्या एव दशदिशः स्नपयन्ति’ પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધૂએ છે- નિર્મળ કરે છે, ‘ये धाम्ना उद्दाममहस्विनाम् धाम निरुन्धन्ति’ અને પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. ભગવાનનું શરીર એવું હોય છે કે કેવળજ્ઞાન થતાં તેના રજકણોનું તેજ સૂર્યના તેજથી પણ અધિક થઈ જાય છે. એટલે સૂર્યના તેજથી પણ અધિક દેદીપ્યમાન ભગવાનનું પરમ ઔદારિક શરીર હોય છે. ‘ये रूपेण जनमनः मुष्णन्ति’ પોતાના રૂપથી લોકોનાં મન હરી લે છે. તીર્થંકરના શરીરનું રૂપ એવું હોય છે કે લોકોનાં મનને હરી લે છે. ‘दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः’ દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખ-અમૃત વરસાવે છે. અને ‘अष्टसहस्त्रलक्षणधराः’ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે-એવા છે. આ બધાં લક્ષણો તો શરીરનાં છે અને તમે તેને ચૈતન્ય ભગવાનની સ્તુતિ કહો છો.