૩૮૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે ને! પણ બાપુ! એ તો ફુદડીવાદ છે. એમાં નિશ્ચય-વ્યવહાર બે ભિન્ન ન રહ્યા. નિશ્ચયથી ધર્મ થાય, ને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાન્ત છે, અને એ ભેદવિજ્ઞાન છે.
આત્મા સ્વદ્રવ્યથી સત્ છે, ને પરદ્રવ્યથી અસત્ છે. આમ હોવાથી કોઈ પરદ્રવ્ય વા ઈશ્વર એનો કર્તા કે ઉત્પાદક છે નહિ. બાપુ! આ પરમ સત્યને પહોંચવું મહા કઠણ છે. અનંતકાળમાં એણે આ લક્ષમાં લીધું નથી. (એમ કે હમણાં દાવ છે તો યથાર્થ લક્ષ કર).
હવે સાતમો બોલઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (-પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’
શું કીધું? આ જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રમાં છે, ને શરીર-મન-વાણી બધાં પરક્ષેત્ર - ગત-પરક્ષેત્રે રહેલાં છે. તે પરક્ષેત્રગત જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી મારું જ્ઞાન છે, પરક્ષેત્રથી મારું ક્ષેત્ર છે એમ માનીને અજ્ઞાની સ્વક્ષેત્રનો નાશ કરે છે.
રહેવા-સૂવાનું સારું મકાન હોય, સારું ક્ષેત્ર હોય, ઉગમણા-આથમણા બેય બાજુથી અજવાળાં ને હવાથી ભરેલું હોય, વચ્ચે ઢોલિયો (પલંગ) પડયો હોય- આવા લાંબા- પહોળા મકાનથી-પરક્ષેત્રથી મને ઠીક પડે-આનંદ આવે એમ પરક્ષેત્રને લઈને પોતાની હયાતી માનનાર મૂઢ અજ્ઞાની છે, તે પોતાના સ્વક્ષેત્રનો અર્થાત્ પોતાના સ્વરૂપનો નાશ કરે છે.
ત્યારે જ્ઞાની-ધર્મી પુરુષ, અસંખ્ય પ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર એનાથી હું સત્ છું ને પરક્ષેત્રથી મને કાંઈ પ્રયોજન નથી એમ માનતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. (શરીરગત) લોકપ્રમાણ ચૈતન્યના અસંખ્યાત પ્રદેશ તે મારું સ્વક્ષેત્ર છે, એનાથી મારી હયાતી છે, એ સિવાય બીજે ક્યાંય (પરક્ષેત્રમાં) હું નથી એમ સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો અર્થાત્ સ્વક્ષેત્રમાં જ ઠરીઠામ થતો જ્ઞાની પુરુષ અનેકાન્ત દ્વારા પોતાને જિવાડે છે અર્થાત્ પોતાના વાસ્તવિક જીવનને જીવે છે. આવી વાત વીતરાગમાર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
પ્રશ્નઃ– હા, પણ અમારે ધર્મ કેમ કરવો તે વાત કરો ને? આવી ઝીણી વાત શું કરો છો? (એમ કે આત્મા શરીર પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે અને તે પ્રદેશો લોકાકાશ પ્રમાણ છે એનાથી (એવી વાતથી) અમને શું પ્રયોજન છે?)
ઉત્તરઃ– ભાઈ! એ જ તો માંડી છે. (ધર્મ કેમ થાય એ જ વાત તો થાય છે). પરક્ષેત્રથી હું છું, પરક્ષેત્રથી મને ચૈન છે એવી માન્યતા અધર્મ છે, અને મારું સ્થાન- રહેઠાણ અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં છે એવી દ્રષ્ટિ થવી એનું નામ ધર્મ છે.