૪૦૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વસ્તુને પકડવાની-ગ્રહણ કરવાની દશા જ રહેતી નથી અને તેથી તેને નિત્ય-ધ્રુવની દ્રષ્ટિ જ થતી નથી, અર્થાત્ તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે-નાશ પામે છે. સમજાણું કાંઈ....?
અહા! વસ્તુસ્વરૂપ અનેકાન્તમય છે; તે નિત્ય-અનિત્ય બેય છે. ધર્મી-સ્યાદ્વાદી, પોતાની જ્ઞાનમાત્ર વસ્તુ જ્ઞાનસામાન્યથી નિત્ય હોવા છતાં, એની વર્તમાન વર્તતી જ્ઞાન- દશાથી તે અનિત્ય છે એમ બરાબર જાણે છે. ‘જ્ઞાનમાત્ર ભાવને જ્ઞાનવિશેષ પણ છે-’ એમ નિત્ય-અનિત્ય બેયને સ્વીકારી, નિત્ય ઉપર લક્ષ કરતો થકો (નિત્યના આશ્રયે પ્રવર્તતો) અનિત્ય એવી પર્યાયમાં તે સ્વાત્મજનિત આનંદ ને શાંતિને અનુભવે છે.
અનાદિથી જીવને સ્વસ્વરૂપની ભ્રમણા છે. હવે ભ્રમણાનો નાશ કરી નિર્ભ્રાન્ત થવું એ પણ બદલ્યા વિના શી રીતે થાય? પરમ આનંદસ્વરૂપ ધર્મ અને મોક્ષ એ પણ પર્યાય છે. હવે જો પર્યાયનેજ ઉડાડી દે તો આ કાંઈ રહેતું જ નથી, બદલવું એ જો વસ્તુનો સ્વભાવ ન હોય તો દુઃખથી મુક્ત થવાપણું પણ રહેતું નથી. તેથી પલટતી જ્ઞાનદશાને નહિ માનનાર, અવસ્થાને ઉડાડીને અંતરંગમાં જે શુદ્ધ ધ્રુવ નિત્ય છે તેને પણ પામતા નથી અર્થાત્ શુદ્ધનો અનુભવ કરી શકતા નથી કેમકે અનુભવ તો પર્યાયમાં જ થાય છે.
પરંતુ ધર્મી-જ્ઞાની તો અનિત્યને અનિત્ય જાણતો, નિત્યનો દ્રષ્ટિમાં લેતો, અનેકાન્તદ્રષ્ટિ દ્વારા, પોતાના સ્વરૂપને જાણે-અનુભવે છે, પોતાનો નાશ થવા દેતો નથી.
(અહીં તત્-અતત્ના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્-અસત્ના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવથી ૮ ભંગ, અને નિત્ય-અનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે -એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાન્તથી આત્મા જીવતો રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાન્તથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે). હવે-
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છેઃ- ત્યાં-
પ્રથમ, પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘बाह्य–अर्थैः परिपीतम्’ બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, ‘उज्झित–निज–प्रव्यक्ति– रिक्तिभवत्’ પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (-શૂન્ય) થઈ ગયેલું, ‘परितः पररुपे एव विश्रान्तं’ સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું ‘पशोः ज्ञानं’ પશુનું