ગાથા ૩પ ] [ ૧૭પ માનીને પોતાની મેળે અજ્ઞાની થયો છે. તોપણ અજ્ઞાનીને એવી માન્યતા થઈ ગઈ છે કે કર્મને લઈને બધું થાય છે. દોષ કરે છે પોતે, પણ નાખે છે કર્મના માથે. પણ ભાઈ! કર્મનો કાંઈ વાંક નથી. આવે છે ને કેઃ-
એકલી અગ્નિને માથે ઘણ ન પડે. પણ જો તે લોઢાનો સંગ કરે તો ઘણ પડે. તેમ આ આત્મા જો રાગનો સંગ કરે અને એમાં એકાકાર થાય તો ચારગતિનાં દુઃખ ભોગવે.
અહાહા! શું ખૂબીથી વાત કરી છે! કે જેમ કોઈ પુરુષ ધોબીને ત્યાંથી બીજાનું વસ્ત્ર લઈ આવ્યો અને ભ્રમથી પોતાનું જાણી ઓઢીને સૂતો છે તેમ આ ભગવાન આત્મા પોતાની ચૈતન્યની જાતના નહિ એવા પરભાવમય શુભ-અશુભ રાગને ગ્રહણ કરી, ભ્રમથી પોતાના જાણીને, પોતાની સાથે એકરૂપ કરી સૂતો છે. ચૈતન્ય પ્રભુ તો નિર્વિકલ્પઘન છે. પરંતુ પર્યાયમાં રાગની-વિકલ્પની દશા સાથે એકરૂપ થઈ અનાદિથી સૂતો છે. પૈસા, દેશ, શરીર ઇત્યાદિ મારાં છે એવી માન્યતા તો ગાઢ મૂઢતા છે. પરંતુ અહીં તો રાગની વૃત્તિ જે મેલમય છે અને જે આત્મસ્વભાવમાં નથી એને પોતાની માનીને સૂતો છે તે પણ મૂઢ છે એ વાત છે. ચૈતન્યદળ પ્રભુ આત્મામાં એવી તાકાત છે કે તે એક સમયમાં સમગ્ર લોકાલોકને જાણે. પરંતુ રાગને રચવાની તેના સ્વભાવમાં તાકાત નથી. ભગવાન આત્મા અંદર અનંત આનંદ અને વીતરાગી શાંતિનું દળ છે. પણ કોઈ દિવસ સાંભળ્યું હોય ત્યારે ને? બિચારો બહારની ધામધૂમમાંથી નવરો જ થતો નથી. તેથી પોતે પોતાની મેળે અજ્ઞાની થયો થકો ચારગતિમાં રખડપટ્ટી કરે છે.
ભાઈ! વીતરાગી પ્રભુનો માર્ગ, ધર્મનો માર્ગ જગતથી જુદો છે. પરની દયા પાળવાનો ભાવ આવે છે તે શુભરાગ છે. પરંતુ એથી પરની દયા કોઈ પાળી શકે છે એમ નથી. કારણ કે પરવસ્તુ છે તે (પરિણમનમાં) સ્વતંત્ર છે. તેની દશાનો ર્ક્તા તે પોતે છે. તેથી બીજો કોઈ એમ કહે કે હું આને જિવાડું કે મારું તો એ માન્યતા મિથ્યા ભ્રમ છે, અને તે અજ્ઞાની છે, મૂઢ છે. ભાઈ! તું તો જ્ઞાન છે ને! તું જાણવાની ભૂમિકામાં રહે એવું તારું સ્વરૂપતત્ત્વ છે. જાણનાર શું કરે? શું તે રાગ કરે? રાગનો- વિકારનો તો તારા સ્વભાવમાં અભાવ છે. છતાં દયા, દાન આદિ પરદ્રવ્યના ભાવોને એકરૂપ કરી મિથ્યાત્વમાં અનાદિથી સૂતો છે એ મોટું અજ્ઞાન છે.
ભગવાન આત્મા અનાદિથી પોતાની ચીજને ભૂલીને કૃત્રિમ, ક્ષણિક, ઉપાધિમય એવા પુણ્ય-પાપના ભાવોને પોતાના માની પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. તેને શ્રીગુરુ પરભાવનો ભેદ કરી બતાવે છે કે-ભાઈ! તું ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસંપદાથી ભરેલો ભંડાર છે. આ રાગના વિકલ્પોથી તારી ચીજ ભિન્ન છે. તું તારું લક્ષણ જો. તારું લક્ષણ તો જાણવું