૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહીં ચિન્માત્ર જ્યોતિ હું આત્મા છું એમ કહીને જીવનો સ્વભાવ જ્ઞાનમાત્ર છે એમ કહ્યું. જ્ઞાનમાત્ર કહેતાં એમાં બીજા અનંત ગુણો છે તેનો નિષેધ કરવો નથી, પરંતુ રાગાદિ વિકારનો નિષેધ કરવો છે. અહાહા! હું ચિન્માત્ર જ્યોતિસ્વરૂપ આત્મા છું એવો સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્દર્શનના કાળમાં અનુભવ થાય છે.
હવે કહે છે-‘ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રર્વતતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું.’ નરકગતિ, મોક્ષગતિ ઇત્યાદિ ગતિઓ ક્રમે થાય છે. એક પછી એક થાય છે તેથી તેને ક્રમરૂપ ભાવ કહ્યો છે. અને પર્યાયમાં કષાય, લેશ્યા, જ્ઞાનનો ઉઘાડ વગેરે એકસાથે હોય છે તેથી તેમને અહીં અક્રમરૂપ ભાવ કહ્યા છે. આ બધા વ્યાવહારિક ભાવો છે. અહીં ક્રમ એટલે પર્યાય અને અક્રમ એટલે ગુણ એમ નથી લેવું. પરંતુ એક પછી એક થતી ગતિના ભાવને ક્રમરૂપ અને ઉદ્રયનો રાગાદિ ભાવ, લેશ્યાનો ભાવ અને જ્ઞાનની એક સમયની પર્યાયનો ભાવ ઇત્યાદિ એક સાથે હોય છે તેમને અક્રમરૂપ લીધા છે. આ સઘળા ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું. આ વ્યાવહારિક ભાવોથી ભિન્ન મારી ચીજ છે, કેમકે હું તો અભેદ, અખંડ, આનંદકંદ પ્રભુ એક ચિન્માત્ર વસ્તુ છું.
અહાહા! એક જ્ઞાયકભાવપણાને લીધે હું ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે એક છું. તેથી આ ક્રમ-અક્રમરૂપ વ્યાવહારિક ભાવોની અસ્તિ નથી એમ ન સમજવું. ગતિ, રાગાદિ અવસ્થા, લેશ્યાના પરિણામ કે જ્ઞાનની પર્યાય ઇત્યાદિ પર્યાય છે જ નહિ એમ નથી. તેમની (પોતપોતાથી) અસ્તિ તો છે પણ તેમની અસ્તિથી હું અખંડ આનંદનો નાથ પ્રભુ ભેદરૂપ થતો નથી. આવો ધર્મનો ઉપદેશ!! હવે આમાં (અજ્ઞાની) માણસ શું કરે? બીજે તો કહે કે ઉપવાસાદિ કરો એટલે કરી નાખે અને માને કે થઈ ગયો ધર્મ. પણ એ તો મિથ્યાત્વનું પાપ છે, બાપુ!
જ્યારે આત્માનું સમ્યગ્દર્શન થયું અને તેનું આચરણ કર્યું ત્યારે આત્મા કેવો જાણ્યો એની વાત કરે છે. ચિન્માત્રપણાને લીધે એટલે અખંડ એક જ્ઞાનસ્વભાવને લઈને એ ક્રમે થતી ગતિ અને અક્રમે થતી જ્ઞાન પર્યાય, રાગ, લેશ્યા, કષાય-એ સઘળા વ્યાવહારિક ભેદોથી હું ભેદરૂપ થતો નથી. અહાહા! જૈન દર્શન આવું સૂક્ષ્મ અને અપૂર્વ છે. આવી વાત બીજે કયાંય છે નહિ. આ તો પરમેશ્વર જિનેશ્વરદેવ જેમણે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા એ ભગવાનના શ્રીમુખેથી જે દિવ્યધ્વનિ-ૐધ્વનિ આવી એ વાત સંતોએ આગમમાં રચી છે.
અહાહા....! પર્યાય અને રાગથી ખસીને દ્રષ્ટિ ભગવાનને ભાળવા ગઈ, એ જ્ઞાનનેત્ર નિજ ચૈતન્યને જોવાં ગયાં ત્યાં ચૈતન્યને આવો જોયો કે-ક્રમ અને અક્રમે પ્રવર્તતા ભેદોથી હું ભેદાતો નથી. હું તો ત્રિકાળ એકરૂપ છું, અભેદ છું. અરે! પ્રભુ કેવળીના