Pravachan Ratnakar (Gujarati). Gatha: 39-43.

< Previous Page   Next Page >


PDF/HTML Page 520 of 4199

 

] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत्।। ३३ ।।

अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई।
जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।। ३९ ।।
अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं।
मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।। ४० ।।

_________________________________________________________________ [विलसति] પ્રગટ થાય છે. કેવું છે તે? [पार्षदान्] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [जीव अजीव–विवेक–पुष्कल–द्रशा] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે [प्रत्याययत्] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [आसंसार– निबद्ध–बन्धन–विधि–ध्वंसात्] અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [विशुद्धं] વિશુદ્ધ થયું છે, [स्फुटत्] સ્ફૂટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [आत्म–आरामम्] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [अनन्तधाम] જેનો પ્રકાશ અનંત છે; [अध्यक्षेण महसा नित्य–उदितं] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદ્રયરૂપ છે. વળી કેવું છે? [धीरोदात्तम्] ધીર છે, ઉદ્રાત્ત (ઉચ્ચ) છે અને તેથી [अनाकुलं] અનાકુળ છે-સર્વ ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.

ભાવાર્થઃ– આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે

તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાદ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.

હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છેઃ-

કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે,
‘છે કર્મ, અધ્યવસાન તે જીવ’ એમ એ નિરૂપણ કરે! ૩૯.
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ–મંદ જે,
એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.