સમયસાર ગાથા-૪૪ ] [ ૩૧ રાગને તે અનુભવે છે પણ શરીરને હું ભોગવું છું એમ મિથ્યા માને છે. તેવી જ રીતે સર્પદંશ થયો હોય તો તે દંશને ભોગવે છે એમ નથી, પણ તે વખતે તેના લક્ષે જે અણગમાનો દ્વેષભાવ થાય છે તે દ્વેષને અનુભવે છે. અહીં તો એમ કહે છે કે એ રાગદ્વેષરૂપ વિકારીભાવ અને આત્મા એ બે મળીને જીવ છે એમ નથી. બે ભોગવે એમ નહિ. આત્મા વિકારથી જુદો છે એ અનુભવસિદ્ધ છે કેમકે સમસ્તપણે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ આત્મા ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભેદજ્ઞાનીઓને આનંદના વેદનવાળો આત્મા પ્રત્યક્ષ છે.
આઠમો બોલઃ-અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી. આઠે કર્મ ભેગાં થઈને આત્મા થયો એમ નથી. જેમ ખાટલાથી ખાટલામાં સૂનારો જુદો છે તેમ આઠે કર્મરૂપી ખાટલાથી ભગવાન આત્મા જુદો છે. કોઈ દિવસ વિચાર કરે નહિ, મનન કરે નહિ તેને આ વાત કેમ બેસે? કળશટીકામાં કળશ ૧૧૧માં સ્વચ્છંદી નિશ્ચયાભાસીનું કથન કરતાં કહ્યું છે કે-તે જીવો શુદ્ધ ચૈતન્યનો વિચાર માત્ર પણ કરતા નથી.
આઠ કર્મનો પાક છે એનાથી ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ છે. આઠ કર્મથી આત્મા બન્યો છે એ મોટી ભ્રમણા છે, કેમકે આઠ કર્મના સંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ ભેદજ્ઞાનીઓ શુદ્ધ ચૈતન્યવસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે.
આ પ્રમાણે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.
જીવ ચૈતન્યસ્વભાવમય છે. જાણવું-દેખવું એ તેનો સ્વભાવ છે. સ્વભાવવાન પોતે આત્મા અને ચૈતન્ય પોતાનો સ્વભાવ છે. જેટલા અધ્યવસાનાદિ ભાવો છે તેનાથી જીવ જુદો છે. રાગથી આત્માને ભિન્ન પાડનાર ધર્માત્માને એવો જીવ અનુભવગમ્ય છે. ભેદજ્ઞાની સમકિતી જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે.
તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. કર્મ, રાગ, શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ કે સુખ-દુઃખની કલ્પના ઇત્યાદિ આત્મા નથી. અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનારા પુરુષને મીઠાશથી અને સમભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ હવે કાવ્યમાં કહે છે-
હે ભવ્ય! ‘अपरेण अकार्य–कोलाहलेन किम्’ તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? ‘હે ભવ્ય!’ એટલે કે હે ધર્મ પામવાને લાયક જીવ! તને વસ્તુના