Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 606 of 4199

 

૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

नैव च जीवस्थानानि न गुणस्थानानि वा सन्ति जीवस्य।
येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः ।। ५५ ।।

_________________________________________________________________ અથવા [संयमलब्धिस्थानानि] સંયમલબ્ધિસ્થાનો પણ [नो] નથી; [च] વળી [जीवस्य] જીવને [जीवस्थानानि] જીવસ્થાનો પણ [न एव] નથી [वा] અથવા [गुणस्थानानि] ગુણસ્થાનો પણ [न सन्ति] નથી; [येन तु] કારણ કે [एते सर्वे] આ બધા [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યના [परिणामाः] પરિણામ છે.

ટીકાઃ– જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી

કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ અથવા દુરભિ ગંધ છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયલો, તીખો ખાટો અથવા મીઠો રસ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૪. જે સ્પર્શાદિસામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. પ. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરસ્ત્ર, ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિક, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન છે તે બંધુય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વજ્રર્ષભનારાચ, વજ્રનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૦. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાપ્તિરૂપ) મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૨. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩.