Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 639 of 4199

 

સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૨૧ ભેદના ભાવને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે, કારણ કે અભેદસ્વરૂપ ચૈતન્યમૂર્તિમાં ભેદ કેવા? પ્રથમ એમ કહ્યું કે બધાંય માર્ગણાસ્થાનો જીવને નથી. કારણ શું? તો કહે છે કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. અંતરમાં અભેદની અનુભૂતિ થતાં, અનુભૂતિમાં તે ભેદો આવતા નથી, પણ ભિન્ન રહી જાય છે. આવી અદ્ભુત વાત છે!

૨૪. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી. જીવમાં કર્મની સ્થિતિબંધના પ્રકારો તો નથી પણ જે (જીવની પર્યાયની) યોગ્યતા તે પણ નથી. કર્મમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ છે તે તેના ઉપાદાનમાં-જડમાં છે. પરંતુ જીવની પર્યાયમાં કર્મને અનુસાર જે યોગ્યતા છે તે જીવમાં છે. એમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. જ્યાં નિમિત્ત છે ત્યાં ઉપાદાનમાં પણ એવી જ યોગ્યતા હોય છે. કર્મપ્રકૃતિથી ભિન્ન, તે પ્રકારનું અશુદ્ધ-ઉપાદાન જીવમાં પોતાનામાં છે. કર્મપ્રકૃતિ તો તેમાં માત્ર નિમિત્ત છે. કર્મપ્રકૃતિમાં જેટલી યોગ્યતા છે તેટલી જ યોગ્યતા ઉપાદાન (જીવ)માં છે. જેટલો સ્થિતિબંધ છે અને જેટલો પ્રદેશબંધ છે તેટલા પ્રમાણમાં ઉપાદાનની (જીવની) પર્યાયમાં અશુદ્ધતાની યોગ્યતા છે. હવે અહીં કહે છે કે એ બધાંય સ્થિતિબંધ-સ્થાનો જીવને નથી. વિકાર એક જાતનો છે છતાં કર્મની પ્રકૃતિમાં ભિન્ન ભિન્ન સ્થિતિ કેમ પડે છે? પ્રકૃતિ-વિશેષને કારણે એમ થાય છે. કર્મની પ્રકૃતિમાં સ્થિતિ પડે છે તે પોતાના કારણે છે. નિમિત્તપણે રાગ તો એક છે, છતાં સ્થિતિમાં ફેર પડે છે તે, તે કાળમાં પરમાણુની ઉપાદાનની સ્વતંત્રતાને લઈને છે. અહા! ગજબ વાત છે.

રપ. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી. શું કહે છે? કે પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના અશુભ ભાવ થાય છે તે જીવસ્વરૂપ નથી. પહેલાં પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિરૂપ દ્વેષ એટલું જ આવ્યું હતું. હવે કહે છે કે જીવની પર્યાયમાં જે કષાયના વિપાકનું અતિશયપણું છે, જે સંકલેશસ્થાનો છે-તે બધાય જીવને નથી. અહીં જડ વિપાકની વાત નથી પણ જીવની પર્યાયમાં થતા કષાયના વિપાકની વાત છે. જે કર્મનો વિપાક છે તે પ્રમાણે આત્મામાં પણ કષાયનો વિપાક છે. એ કષાયના સંકલેશ પરિણામ છે તે સ્વતંત્ર છે. કર્મ તીવ્ર છે માટે સંકલેશના પરિણામ થયા છે એમ નથી. તે સમયના સંકલેશ પરિણામ જે કષાયના વિપાકરૂપે છે તે પોતાની પર્યાય છે. પરંતુ તે શુદ્ધ આત્મવસ્તુમાં નથી. અહાહા! જેને જીવ કહીએ, ભગવાન આત્મા કહીએ તે શુદ્ધ ચૈતન્યમાં સંકલેશનાં સ્થાનો છે જ નહીં.

ભાઈ! વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે અને તે પોતાને