૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ વિભાવ તરીકે અથવા પર નિમિત્તના આશ્રયે થયેલી દશા છે એમ બતાવવું હોય ત્યારે, ઉપાદાન તે સ્વ અને નિમિત્ત તે પર-એમ સ્વપરથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય છે. વિકાર એકલા સ્વથી (સ્વભાવથી) ઉત્પન્ન થાય એમ બને નહિ. પર ઉપર લક્ષ જતાં પર્યાયમાં વિકાર થાય છે. માટે વિકારને સ્વપરહેતુક કહ્યો છે.
જ્યારે અહીં એમ કહ્યું કે એ રાગાદિ બધાય કર્મજન્ય છે. એ તો એ ભાવો બધાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી કાઢી નાખવા યોગ્ય છે માટે દ્રવ્યદ્રષ્ટિ કરાવવા એમ કહ્યું છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગ-દ્વેષાદિને કર્મજન્ય કહ્યા છે, કારણ કે તેઓ શુદ્ધ આત્મદ્રવ્યથી નીપજતા નથી. ભાઈ, અશુદ્ધતા દ્રવ્યમાં કયાં છે કે જેથી તે ઉત્પન્ન થાય? પર્યાયમાં જે અશુદ્ધતા થઈ છે એ તો પર્યાયનું લક્ષ પર ઉપર ગયું છે તેથી થઈ છે. તેથી તો તેને સ્વપર-હેતુથી થયેલો ભાવ કહે છે.
ભાઈ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધતા જે થઈ છે તે સત્ છે અને તેથી અહેતુક છે એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે.
એ રાગ-અશુદ્ધતા (સ્વભાવના લક્ષે નહિ પણ) પરના લક્ષે થઈ છે એમ બતાવવા તેને સ્વપરહેતુક કહી છે.
અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુદ્ધતા નથી તથા પર્યાયમાં એક સમયના સંબંધે છે તે કાઢી નાખવા જેવી છે તે અપેક્ષાએ તેને કર્મજન્ય ઉપાધિ કહી છે.
અહા! એકવાર કહે કે અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વપર હેતુથી છે અને વળી કહે કે તે એકલી કર્મજન્ય છે!!! ભાઈ, જે અપેક્ષાએ જયાં જે કહ્યું હોય તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈએ. શ્રીમદે પણ કહ્યું છે કે-
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
ભાઈ! જે અપેક્ષા હોય તે અપેક્ષાથી જ્ઞાન કરવાને બદલે બીજી અપેક્ષા ખોળવા-ગોતવા જઈશ તો સત્ય નહીં મળે.
‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ એમ સિદ્ધ કરવું હોય ત્યાં રાગનો-મિથ્યાત્વાદિનો ઉત્પાદ દ્રવ્યની પર્યાયમાં છે અને તે પોતાથી સત્ છે એમ કહે છે. સત્ છે માટે તેને પર કારકની અપેક્ષા નથી. એ જ વાત પંચાસ્તિકાયની ગાથા ૬૨માં કહી છે કે-જે સંસારની પર્યાય છે તે પરકારકની અપેક્ષા વિના સ્વતઃ જીવની પર્યાય છે. તે કાંઈ પરથી થઈ છે એમ નથી.
થાય, પરન્તુ પરના લક્ષે જ થાય. તેથી તેને સ્વપરહેતુક કહેવામાં આવે છે. તથા આ ગાથામાં અને પરમાત્મપ્રકાશમાં તે બધાય ભાવોને પુદ્ગલના કહ્યા છે. કળશ ૪૪માં આવે છે કે-‘આ