સમયસાર ગાથા-૬૨ ] [ ૧પ૭ આદિ તો કયાંય દૂર રહી ગયાં. એ તો પ્રત્યક્ષ પુદ્ગલ-પરવસ્તુ છે. અહીં તો કહે છે કે-જે વડે તીર્થંકર ગોત્ર બંધાય એ સોલહકારણ ભાવનાનો ભાવ પણ રાગ છે અને તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, અજીવરૂપ છે, અને તેના ફળમાં પણ અજીવ મળે છે.
અરેરે! આવું સાંભળવાય મળે નહિ તેને એની પ્રતીતિ તો કયાંથી થાય? એનાં તો મનુષ્યપણાં ચાલ્યાં જાય છે. એ કયાં જશે? આ સંસ્કાર અંદર ન પડયા તો ૮૪ના અવતારમાં એના કયાં ઉતારા થશે? ભાઈ! ભગવાન આત્મા તો અનાદિ-અનંત નિત્ય રહેવાનો છે. આ રાગ મારો અને રાગથી મને લાભ થશે એવી મિથ્યાશ્રદ્ધાનો ત્યાગ ન કર્યો તો એ કયાં જશે? કયાંક જશે તો ખરો જ. અને મિથ્યાત્વનું ફળ તો નરક, નિગોદાદિ જ કહેલું છે. ભાઈ! આવો અવસર પ્રાપ્ત થવો મહા કઠણ છે.
અહીં કહે છે કે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો, એનું ઊપજવું અને વ્યય થવું પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. પ્રભુ! તારું ચૈતન્યઘર તપાસવા માટે આ વાત કરે છે. તારું ઘર તું જો, એમાં તને રાગાદિનાં ઉત્પત્તિ-વ્યય નહીં જણાય. તને તારો નાથ ચૈતન્યદેવ અતીન્દ્રિય આનંદનાં ઉત્પત્તિ-વ્યય સાથે જણાશે. અહા! કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો અપાર કરુણા કરી માર્ગ બતાવે છે. તેઓ ઊંચેથી પોકારીને કહે છે કે-પ્રભુ! તારી પ્રસિદ્ધિ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પર્યાયથી થાય છે. તારી પ્રસિદ્ધિ રાગથી કેમ હોય? કેમકે રાગની પ્રસિદ્ધિ છે એ તો પુદ્ગલની પ્રસિદ્ધિ છે. ગજબ વાત! આ સમયસાર એ તો જગતચક્ષુ-અજોડચક્ષુ છે. અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! અભેદ એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતાં જે અતીન્દ્રિય આનંદ-શાંતિની પર્યાય પ્રગટ થાય તે તારી પ્રસિદ્ધિ એટલે આત્મખ્યાતિ છે. અહો! પંચમ આરાના સંતોએ જગતની દરકાર છોડીને, સત્ય આ જ છે-એમ સત્યના ડંકા વગાડયા છે.
એક કવિએ કહ્યું છે કે-
પ્રભુ! તારી પ્રભુતા તો ત્યારે કહીએ કે જ્યારે નિર્મળ પર્યાયનાં ઉત્પત્તિ-વ્યય થાય. રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય એ તારી પ્રભુતા નથી. રાગ છે એ તો રોગ છે. તેને હરી લે એ તારી ખરી પ્રભુતા છે. અહાહા! શુભાશુભ રાગ એ તો પુદ્ગલનો વિસ્તાર છે, પુદ્ગલની પ્રસિદ્ધિ છે. એમાં આત્માની પ્રસિદ્ધિ નથી. અહો! અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં એકલાં અમૃત રેડયાં છે. શું ટીકાની ગંભીરતા અને શું તેનો મર્મ!
જેની પર્યાયમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ખીલી નીકળ્યાં છે તે પરમાત્મા છે. જેમ ગુલાબ હજાર પાંખડીએ ખીલી ઊઠે છે તેમ આ