૨પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ મંદતા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પરંતુ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ ત્રણકાળમાં નથી. તેવી રીતે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ પણ ત્રણકાળમાં બનતું નથી. નિશ્ચય (ઉપાદાન) હોય ત્યારે વ્યવહાર (નિમિત્ત) હોય ભલે, પરંતુ નિમિત્તથી કાર્ય નીપજતું નથી. ગાથા ૩૭૨માં આવે છે કે ‘સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં....’ શું કહે છે? કોઈ પણ દ્રવ્ય નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને અડતાં નથી. એટલે માટીમાંથી ઘડો થાય છે પણ તે માટી કુંભારને અડતી નથી. અહાહા! જ્યારે ચોખા પાકે છે ત્યારે તેને અગ્નિ અડતી જ નથી. પાણીને અગ્નિ અડતી નથી અને પાણી ગરમ થાય છે. ગજબ વાત છે!
પ્રશ્નઃ– પરંતુ સમ્યગ્દર્શન નિસર્ગજ અને અધિગમજ એમ બે પ્રકારે કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! અધિગમજ સમ્યગ્દર્શન પણ થયું છે તો પોતાથી જ, પરંતુ નિમિત્તની ત્યારે ઉપસ્થિતિ હોય છે તેથી એનાથી સમ્યગ્દર્શન થયું છે એમ કહેવાય છે. નિમિત્તથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે એમ ત્રણકાળમાં નથી. નિમિત્ત કાર્યને ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરાવવાની તાકાત છે કે ઉત્પન્ન થનારી પર્યાય નિમિત્તની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ. ગાથા ૩૦૮ થી ૩૧૧ અને ગાથા ૩૭૨ માં આ જ વાત કરેલી છે.
‘શ્રીગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈ’ એમ જે કહ્યું છે એ તો નિમિત્તથી કથન કર્યું છે, બાકી અજ્ઞાન તો પોતે સ્વના આશ્રયે જ ગમાવૈ-નાશ કરે છે. માટે વ્યવહારથી નિશ્ચય ન થાય અને નિમિત્તથી પરમાં ઉત્પાદ ન થાય એમ યથાર્થ નક્કી કરવું. ખરેખર તો દ્રવ્ય પર્યાયને કરે છે એ પણ પર્યાયાર્થિક નયથી કથન છે એમ જાણવું. માટીથી ઘડો થયો છે એમ કહેવામાં એ પરથી થયો નથી એમ બતાવવું છે. બાકી ધ્રુવ માટી ઘડાની પર્યાયને કરે નહીં. અહાહા! ભગવાન ધ્રુવ આત્મા (નિશ્ચયથી) પર્યાયને અડતો નથી, અને પર્યાયને કરતો પણ નથી. લોટમાંથી રોટલી થાય છે ત્યારે વેલણથી ગોરણું લાંબુ થાય છે એમ ત્રણકાળમાં નથી, કારણ કે વલણને લોટ અડતો જ નથી અને વેલણ ગોરણાને અડતું જ નથી. તેવી રીતે જ્યારે નિશ્ચય અને વ્યવહાર એક સાથે પ્રગટે છે ત્યારે વ્યવહારને નિશ્ચય અડયો જ નથી. અહાહા! નિર્મળ પર્યાય રાગને અડતી જ નથી. ભાઈ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું સત્ય તો આવું છે. તેને તે રીતે સમજવું જોઈએ.
વ્યવહાર આવે છે, હોય છે. તેની આવવાની યોગ્યતા હોય ત્યારે તે આવે છે, પરંતુ એનાથી નિશ્ચય પ્રગટે છે એમ નથી.
પ્રશ્નઃ– સાંભળવાથી તો જ્ઞાન થાય ને?
ઉત્તરઃ– ભાઈ! ભાષા તો જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? સાંભળવાથી કાંઈ