૨પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ વ્યવહાર કહેવાય છે. રાગને વ્યવહારસમકિત કહ્યું છે તો તે શું સાચું સમકિત છે? ના. તેમ નિમિત્તને વ્યવહારકારણ કહ્યું છે પણ તે સાચું કારણ નથી. આવી વાત ભાઈ! દુનિયા સાથે મેળવવી કઠણ છે કારણ કે અજ્ઞાની ઘણા ભિન્ન મતવાળા-અભિપ્રાયવાળા છે. પરંતુ તેનો અભિપ્રાય જુદો પડે તેથી કરીને કાંઈ સત્ય ફરી જાય? જેને સત્ય મેળવવું હશે તેણે પોતાનો અભિપ્રાય ફેરવવો પડશે. [પ્રવચન નં. ૧૧૦ (શેષ) ૧૧૧ થી ૧૧પ અને ૧૯ મી વારનાં ૧૩૯ થી ૧૪૧ દિનાંક ૨૯-૬- ૭૬ થી ૪-૭-૭૬ તથા ૧૮-૧૧-૭૮ થી ૨૦-૧૧-૭૮]