Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 902 of 4199

 

૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ એના એ જ પરિણામને નિર્વર્ત્ય કર્મ કહે છે. આવું જે વ્યાપ્યલક્ષણવાળું (જ્ઞાન-શ્રદ્ધાનરૂપ) કર્મ તેમાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને તે પરિણામને કરે છે.

દ્રવ્યની નિર્મળ પર્યાય તે એનું વ્યાપ્યલક્ષણવાળું કાર્ય છે. તે વખતે એ જ કાર્ય થવાનું છે એવું જે આત્માના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ સ્વરૂપ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામસ્વરૂપ કર્મ, તેમાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ- મધ્ય-અંતમાં વ્યાપે છે. જુઓ, દ્રવ્યદ્રષ્ટિવંતને જ્ઞાતા-દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થયા તેની આદિમાં આત્મા છે, મધ્યમાં આત્મા છે અને અંતમાં પણ આત્મા છે. તે રાગને જાણે છે માટે તેની આદિમાં રાગ છે એમ નથી. રાગ છે માટે જાણવાના પરિણામ થયા એમ રાગની અપેક્ષા નથી. પોતાના આત્મપરિણામને ગ્રહતાં-જાણતાં આત્માને રાગ સાથે કર્તાકર્મપણું છે એમ નથી. પોતે સ્વયં અંતર્વ્યાપક થઈને પોતાના જાણવાના પરિણામને આત્મા કરે છે. સંસ્કૃત પાઠમાં ‘સ્વયં’ શબ્દ પડયો છે. આત્મા સ્વયં પોતાના આત્મ-પરિણામને કરે છે.

પ્રશ્નઃ– આત્મા કાંઈ કરતો નથી ને?

ઉત્તરઃ– હા, પણ એ વાત અત્યારે અહીં નથી લેવી. અહીં તો અત્યારે પરથી અને રાગથી ભિન્ન પાડવું છે અને સ્વથી (નિર્મળ પર્યાયથી) અભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાયને અહીં અભેદ બતાવવી છે. કહ્યું ને કે આત્મા સ્વયં અંતર્વ્યાપક થઈને પોતાના આત્મપરિણામને કરે છે. અહા! જે નિર્મળ પર્યાય થઈ તે આત્માનું કર્તવ્ય છે. પોતાના જ્ઞાતા- દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થયા તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપે છે. તે નિર્મળ પરિણામ આત્મા સ્વયં કરે છે એમ અહીં સિદ્ધ કરવું છે. માટે સ્વભાવના આશ્રયે જે વીતરાગી પર્યાય થઈ તે પરિણામને ગ્રહતો એટલે કે પ્રાપ્ત કરતો અને તે-રૂપે પરિણમતો અને ઊપજતો તે આત્મપરિણામને આત્મા કરે છે.

આ મૂળ વાત છે અને છે ઘણી ઊંચી. કહે છે કે જેનું લક્ષ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર છે એને જે પરિણામ થયા તે પરિણામની આદિમાં ભગવાન આત્મા છે. તે પરિણામને આત્મા ગ્રહે છે. ધર્મની જેને દશા થઈ છે એને શુભભાવ આવે, પણ તેને જાણવાનું કામ આત્મા કરે છે. તે પણ શુભભાવ છે માટે જાણે છે એમ નથી. સ્વપરપ્રકાશક એવા જ્ઞાનના પરિણમનની આદિમાં આત્મા પોતે જ છે. પરને જાણે છે માટે ત્યાં પરની અપેક્ષા છે એમ નથી. અહાહા...! દુનિયા સાથે મેળ ન ખાય એવી આ ગજબ વાત છે! (દુનિયા સાથે મેળ છે તે તોડે તો સમજાય એવી છે.)

આ વાણી (જિનવાણી) સાંભળે છે એ શું શુભભાવ નથી? એ શુભભાવ છે. અશુભથી બચવા એ શુભભાવ આવે છે. અહીં કહે છે કે શુભભાવના કાળે આત્મા (જ્ઞાની)