Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 980 of 4199

 

૨૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

પોતે ઉપજાવે તો અનંત અનંતપણે રહી શકે. પરથી ઉપજે તો બધો ખીચડો થઈ જાય અને અનંત અનંતપણે ન રહે.

પ્રશ્નઃ– તો શું અગ્નિ વિના પાણી ઉનું થયું છે?

ઉત્તરઃ– હા, અગ્નિ વિના પાણી ઉનું થયું છે; કેમકે અગ્નિની પર્યાય અને પાણીની પર્યાય વચ્ચે અન્યોન્યાભાવ છે. જેમ બે દ્રવ્યો-જડ અને ચેતન દ્રવ્યો વચ્ચે અત્યંતાભાવ છે તેમ પરમાણુ, પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્યાભાવ છે. બાપુ! આ તો ધર્મની અતિ સૂક્ષ્મ વાત છે. એને સમજવા બુદ્ધિને સૂક્ષ્મ કરવી જોઈએ. કહ્યું છે ને કે- ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.’ જેમ ભરેલું ગાડું ચાલ્યું જતું હોય ત્યાં એની નીચે ચાલતા કુતરાનું માથું ઉપર ગાડાને અડકે એટલે કુતરું માની લે કે ગાડાનો ભાર હું ખેંચું છું. તેમ દુકાને બેસી માલની લે-વેચના વિકલ્પ કરે ત્યાં માને કે આ વેપારની બધી ક્રિયા મારાથી થાય છે. તે અજ્ઞાની પણ આ કુતરાના જેવી મિથ્યા કલ્પના કરે છે.

પ્રશ્નઃ– હા, પણ ગાડુ બળદથી તો ચાલે છે ને?

ઉત્તરઃ– ના, ગાડુ બળદથી ચાલતું નથી પણ તે પોતાથી ચાલે છે. એક એક રજકણ પોતાની પર્યાયથી સ્વતંત્ર ગતિ કરે છે. પરના કારણે ગતિ થતી નથી. પ્રશ્નઃ– મોટર પેટ્રોલથી ચાલે છે એ તો દેખીતું સત્ય છે ને?

ઉત્તરઃ– ના, મોટર પેટ્રોલથી ચાલે છે એમ બીલકુલ નથી. મોટરનો એક એક પરમાણુ

પોતાની ક્રિયાવર્તી શક્તિથી સ્વતંત્ર ગતિ કરે છે. ભાઈ! આવા શુદ્ધ નિર્ભેળ તત્ત્વની ખબર વિના કોઈ બહારથી વ્રત -પડિમા લઈ લે અને તેથી ધર્મ થશે એમ માને પણ એથી તો મિથ્યાત્વ થાય છે. આવી વાત છે.

પ્રશ્નઃ– મોટર ચાલે એને લઈને અંદરના મુસાફરની ગતિ થાય છે એ તો બરાબર છે

ને?

ઉત્તરઃ– ના, એમ નથી. મોટરની ગતિ મોટરના કારણે થાય છે અને મુસાફરની ગતિ

મુસાફરના પોતાના કારણે થાય છે. કોઈનાથી કોઈની ગતિ છે એમ છે જ નહિ. સમજાય છે કાંઈ? હા, સમજાય તો છે પણ અંદર વાત બેસતી નથી. સમજીને બેસાડે તો બેસે એમ છે. દરેક પરમાણુ અને દરેક જીવની અવસ્થા પ્રથમ હતી તે પલટીને બીજી થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી