શ્રી પ્રવચન રત્નો-૧ ૯૧
આહા.. હા! ‘અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે. ભાવાર્થ છે, શું કહે છે? જુઓ! જે આ આત્મા છે ને! આત્મા વસ્તુ, તે તો શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની અતીન્દ્રિયપ આનંદની મૂર્તિ છે. એની પર્યાયમાં-અવસ્થામાં-હાલતમાં-વર્તમાન દશામાં અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે.
એ અશુદ્ધતા નામ પર્યાયના ભેદ, પરદ્રવ્યના સંયોગથી એની (પર્યાય) ની પોતાની યોગ્યતાથી થાય છે. એ અશુદ્ધતા- વિકાર અથવા પુણ્ય-પાપના ભાવ, પોતાની ચીજ જે દ્રવ્ય છે એની પર્યાયમાં મલિનતા, પરદ્રવ્યના સંયોગથી આવે છે. એ અશુદ્ધતા પરદ્રવ્યને લઈને થતી નથી, પણ અન્યદ્રવ્ય નિમિત્ત (તરીકે) હોય છે.
શું કહે છે? વસ્તુ છે સચ્ચિદાનંદ-જ્ઞાનનંદ ધ્રુવ વસ્તુ આત્મા, નિત્ય ધ્રુવ વસ્તુ! એ કાંઈ પુણ્ય- પાપના મેલને અન્યદ્રવ્યોથી અશુદ્ધ થતો નથી. સમજાણું કાંઈ...? બાપુ, ધરમ શું ચીજ છે! સુક્ષ્મ ધણું છે!!
આહા.. એ જ્ઞાયકદ્રવ્ય જે વસ્તુ છે, વસ્તુ આત્મા! જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકભાવ, એ અન્યદ્રવ્યોના ભાવ જે ભેદ, પુણ્ય-પાપ એ રૂપે કદી થતો નથી. સમજાણું...? માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. પર-કર્મનું નિમિત્ત, એના સંબંધે, આત્માની અવસ્થામાં-પર્યાયમાં-હાલતમાં મલિનતા થઈ જાય છે, વસ્તુમાં મલિનતા નથી. વસ્તુ તો ત્રિકાળ નિર્મળાનંદ છે.
આહા.. હા! ‘દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય તો જે છે તે જ છે’ - વસ્તુ જે છે વસ્તુ!! સચ્ચિદાનંદ પ્રભુ! શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય, એ તો જે છે તે જ છે. એમાં કંઈપણ ફેરફાર થતો નથી. પર્યાયમાં ફેરફાર (દેખાય છે) ઈ સંયોગજનિત મલિનતા એ વસ્તુમાં છે નહીં. દશામાં, પર્યાયમાં ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. વસ્તુ આ ને પર્યાય (આ)! (શ્રોતાઃ) એ મલિનતા થાય છે તે પર્યાયમાં જ છે? (ઉત્તરઃ) મલિનતા પર્યાયમાં છે, વસ્તુમાં નહીં. વસ્તુ તો એકરૂપ દ્રવ્ય છે આહા..! વસ્તુ તો છે તે, તે જ છે.
આહા..! પર્યાયમાં-અવસ્થામાં મલિનતા છે તો મલિનતા ચાલી જાય છે, વસ્તુમાં મલિનતા હોય તો, વસ્તુ (દ્રવ્ય) ચાલ્યું જાય (નાશ) થાય. વસ્તુ અશુદ્ધ થઈ જાય? થાય તો, મલિનતાનો નાશ કરવાનું આવે તો તો એ વસ્તુ જ નાશ થઈ જાય. ઝીણી વાત છે ભાઈ! તત્ત્વ ઝીણું!!
આહા.. હા...! ‘દ્રવ્યદ્રષ્ટિથી... દ્રવ્ય નામ વસ્તુ! ત્રિકાળ શુદ્ધ દ્રષ્ટિથી દેખો, તો દ્રવ્ય જે છે તે જ છે, જે તત્ત્વ છે તે એવું ને એવું અનાદિ-અનંત છે, અને પર્યાયદ્રષ્ટિથી... દેખો તો મલિન જ દેખાય છે. વર્તમાન એની દશા... એની હાલત... એની પર્યાય જુઓ તો મલિન છે, પર્યાયદ્રષ્ટિથી દેખો તો મલિન છે. દ્રવ્યદ્રષ્ટિથી દેખો તો નિર્મળ છે. આહા.. હા!
હવે, આવું સમજવું?! અહા.. મારગ અનાદિ ખ્યાલમાં નહીં (તેથી..) જન્મ-મરણ કરી કરી ચોરાશીનાં અવતાર....!
(કહે છે) એ.. પર્યાયદ્રષ્ટિથી જુઓ તો મલિન દેખાય છે-એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકભાવ માત્ર છે, જ્ઞાયકસ્વરૂપ-જાણનાર, જાણનાર, જાણનાર, જાણનાર, એવો, જ્ઞાયકસ્વભાવી જ ત્રિકાળી