Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 93 of 225
PDF/HTML Page 106 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૯૩ સંયોગજનિત પર્યાય છે. અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, એ અશુદ્ધતા (જે છે તે) વસ્તુ દ્રષ્ટિ કરાવવા માટે, એ અશુદ્ધતા પેટામાં-ગૌણ કરીને- ‘એમાં છે નહીં’-એ પર્યાયમાં પણ છે નહીં, ગૌણ કરીને (કહ્યું) છે.

પર્યાય (સર્વથા) છે નહીં એવું છે નહિ, પણ એ (અશુદ્ધ) પર્યાયને, ગૌણ કરીને અર્થાત્ એની મુખ્યતા લક્ષમાં ન લઈને, ત્રિકાળ દ્રવ્યને લક્ષ્માં, મુખ્ય લેવાને માટે, જે કારણથી સમ્યગ્દર્શન થાય છે-ધર્મની પહેલી સીડી! તે કારણ અશુદ્ધતાને ગૌણ કરીને - દ્રવ્યદ્રષ્ટિમાં એ ગૌણ છે!!

આહા...! વસ્તુ જે ચૈતન્યપ્રભુ નિત્યાનંદ ચૈતન્યધ્રુવ છે એ આત્મદ્રવ્યની દ્રષ્ટિમાં, એ પર્યાયના ભેદો-ગુણસ્થાન ભેદો-પુણ્ય, પાપ આદિ-પ્રમત્ત અપ્રમત્તના ભેદો, એ બધું ગૌણ છે, વ્યવહાર છે. ત્રિકાળ જ્ઞાયક ભાવ તે મુખ્ય છે.

અને, પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે ગૌણ છે, ત્રિકાળજ્ઞાયક ભાવ છે તે ‘નિશ્ચય’ છે અને પર્યાયના ભેદ તે ‘વ્યવહાર’ છે.

ભાઈ...! આવું ઝીણું છે! અહા.. એ તો દરકાર કરી નથી કોઈ દિ’ સંસારના પાપ! આખો દિ’ કરે, અને એમાં કાંઈક ધરમ સાંભળવા જાય તો કલાક! મળે એવું-દયા કરો ને.. વ્રત કરો ને... ભક્તિ કરો ને... અપવાસ કરો ને... પૂજા કરો ને.. ધર્મ થશે!!

અરે! એ તો મિથ્યાત્વ છે. આહા.. હા.! વસ્તુ, જે દ્રષ્ટિ છે (અનાદિ પર્યાય) ની, ત્રિકાળી જે કાયમી, અસલી ચીજ (આત્મવસ્તુ) છે એની દ્રષ્ટિ કરાવવા માટે, દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતાથી, એ પર્યાય ગૌણ છે.

ત્રિકાળ છે એ નિશ્ચય છે અને પર્યાય છે તે વ્યવહાર છે. ત્રિકાળ છે તે સત્યાર્થ છે અને પર્યાય, અપેક્ષાએ અભૂતાર્થ છે. ત્રિકાળ સત્યાર્થ છે તો એ અપેક્ષાએ પર્યાય અસત્યાર્થ છે. ત્રિકાળ વાસ્તવિક છે તો ભેદ ઉપચાર છે. વસ્તુ એવી ઝીણી છે બાપુ! અહીં સુધી તો આવ્યું’ તું કાલ, આવી ગયું હતું ને? આ તો ફરીને લીધું. આહા.... હા..! દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. વસ્તુ જે ત્રિકાળી સચ્ચિદાનંદ, ધ્રુવ! ધ્રુવ! જેમાં પલટો- અવસ્થા પણ નથી. આવી ચીજ છે એ શુદ્ધ છે!

પર્યાય, મલિન ને ભેદ એ અશુદ્ધતા છે. તેને ગૌણ કરીને, વ્યવહાર કરીને, અસત્યાર્થ કરીને ‘છે નહી’ એવું કહેવામાં આવેલ છે. સમજાણું કાંઈ...?

આહા...! આ ત્રિકાળી ભગવાન આત્મા, એક સમયમાં ધ્રુવ.. ધ્રુવ.. ધ્રુવ, ચિદાનંદ પ્રભુ વસ્તુ છે. એની જે દ્રષ્ટિ, જે છે તે શુદ્ધ છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. તે તો, ત્રિકાળી ચીજ છે (દ્રવ્યપ્રભુ!) સત્યાર્થ છે, ભૂતાર્થ છે, છતી ચીજ છે, ત્રિકાળી! એની દ્રષ્ટિ શુદ્ધ છે. સંયોગનનિત અશુદ્ધપર્યાયની દ્રષ્ટિ તો અશુદ્ધ છે. (એ તો) પર્યાય છે ને વ્યવહાર છે. સમજાણું...?

આહા... હા! દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. વસ્તુ છે... એની દ્રષ્ટિ કરાવવા... એ દ્રવ્યદ્રષ્ટિ જ શુદ્ધ છે. પર્યાયદ્રષ્ટિ કરવી, તો પર્યાય તો અશુદ્ધ છે સંયોગજનિત (છે) એને (એ પર્યાયને) ગૌણ કરીને-વ્યવહાર