શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૯
આહા... હા! આનાથી ભિન્ન પડીને-જે શુભ-અશુભ ભાવ (છે) તો કલેશ છે, સંસાર છે અરે રે! દુઃખ છે. મારી ચીજ એ નહીં. એવા પરદ્રવ્યને ભિન્ન કરીને-આહા... હા! એ પુણ્ય-પાપના ભાવ સાથે ચૈતન્યની એકત્વબુદ્ધિ-રાગ સાથે એકત્વબૃદ્ધિ (છે) એ એકત્વને છોડવું અને પૃથક કરવું- ભેદજ્ઞાન કરવું (એટલે કે) પુણ્ય ને પાપના ભાવ મલિન છે, દુઃખ છે એ પોતાનથી ભિન્ન છે-એમ ભિન્ન કરીને પોતાનો (સ્વયંનો) અનુભવ કરવો, એ સંસારનો નાશ કરવાનો ઉપાય છે, કીજો કોઈ. પાય છે નહીં.
આહા... હા! અત્યારે તો એવું (ચાલ્યું છે કે) દેશ સેવા કરો! ભૂખ્યાંને અનાજ આપો! તરસ્યાંને પાણી આપો! બિમારને દવા આપો મકાન ન હોય તો મકાન-ધર આપો! (તેથી) ધરમ થશે...!!
અરે! ભગવાન, (પરનું) કોણ કરે? પ્રભુ! પરદ્રવ્યની ક્રિયા કોણ કરે? ભાઈ, એ પરદ્રવ્યની ક્રિયા એનાથી થાય છે, તારાથી નહીં. પરદ્રવ્યની-પરમાણુની પર્યાય એનાથી (સ્વયં) થાય છે. તારાથી આ (તારી) આંગળી ય હલતી નથી. (છતાં) તારી સત્તામાં તું ગરબડ કરે છે કે પરનું કાંઈ કરી શકું છું, કરી શકતો નથી, માત્ર તું માને છે, પરની સત્તામાં તારી ગરબડ (મિથ્યામાન્યતા) બિલકુલ ચાલે નહીં.
આહા.. હા! અરે...! અહીં આવે તો સાંભળવું મુશ્કેલ પડે એવું છે!! એક તો સાંભળવું મળે નહીં, સાંભળવું કઠણ પડે! વસ્તુ આવે નહીં હાથ!! આહા.. હા!
આહા..! અનંતકાળથી પરિભ્રમણ કરી-કરીને.. એ દુઃખી છે. અત્યારે તો સાંભળીએ છીએ, એ ભ્રમણા! બાપા! આવું છે. બોલતાં-બોલતાં હાર્ટફેલ! આહા..! આ મૃત્યુના પ્રસંગો અનંતવાર આવી ગયા છે એ બધા પુણ્ય-પાપના ભાવની કર્ત્તાબુદ્ધિને લઈને. આકરી વાત છે પ્રભુ! આ તો પરિભ્રમણ કર્યાં!! (કારણ કે) પરદ્રવ્યની ક્રિયા મેં કરી (મિથ્યા માન્યતા હોવા છતાં) પરદ્રવ્ય તો એમાં છે નહીં, શુભાશુભ ભાવ છે નહીં અને પુણ્ય-પાપના ભાવથી પણ (આત્મદ્રવ્ય) નિવૃત્ત છે.
આહા.. હા! હવે, આ રીતે સમજશે નહીં તો એનો સંસાર રહેશે. સમજાણું કાંઈ...? આહા..! જિનેશ્વરદેવ, ત્રણલોકના નાથ! આમ ફરમાવે છે આહા.! એની ‘આ’ વાણી છે!
આહા..! ‘એ પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે છે’ અને ત્યારે કલેશ મટે છે -શુભ- અશુભ ભાવ એ કલેશ છે, દુઃખ છે, સંસાર છે. એનાથી ભિન્ન પડીને, પોતાના ચૈતન્ય- આનંદસ્વરૂપ ભગવાન, ત્રિકાળ મૌજુદગી ચીજ છે. કાયમની ચીજ છે (શાશ્વત છે) એનું શરણ લેવાથી સંસાર મટી જાય છે, દુઃખ છૂટી જાય છે.
(કહે છે કે) ‘એ રીતે દુઃખ મટાડવાનો શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે’ - શું કહે છે? કે ઈ શુદ્ધનયનો વિષય, આનંદરૂપ ત્રિકાળી (જ્ઞાયક) ને કહ્યો, પુણ્ય-પાપ અસત્ય કહ્યા- શુદ્ધનયના વિષયને આદરવા માટે (ઉપાદેય કરવા માટે) મુખ્યપણે (ઉપદેશ છે). શુદ્ધનયનો વિષય ધ્રુવ છે, એનો આદર કરવા શુદ્ધનયને સત્ય કહ્યો અને પુણ્ય-પાપના ભાવની પર્યાય અશુદ્ધ છે, એ શુદ્ધભાવની અપેક્ષાએ અસત્ છે-સ્વભાવની અપેક્ષાએ એને ‘નથી’ એમ કહ્યું સમજાણું કાંઈ..?
એ રીતે શુદ્ધનયનો ઉપદેશ મુખ્ય છે- પ્રધાન છે. આહા.. હા! ત્રિકાળજ્ઞાયક ભાવ જ છે, એનું શરણ લે! એ જ ધ્યેય છે!! એના વિના જ રખડે છે. ચૈતન્ય ભગવાન આનંદનો નાથ! જ્ઞાયકધ્રુવ (એ એક જ શરણરૂપ છે)