શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૭ તે વખતે હો? પણ કઈ શૈલીથી વાત ચાલે છે એની વાત આવે. એ ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને કાર્યપણે કરતા એવા’ - ખરેખર તો એ ભેદ છે! ખરેખર તો પોતાના આત્માને જાણે છે. જોયું? રાગના જ્ઞાનને કીધું ‘તું ને... તો રાગને શી રીતે જાણે?
શું કહ્યું પ્રભુ, એ રાગનું જ્ઞાન કહ્યું ‘તું એ જ્ઞાનીના પરિણામ છે જ્ઞાનના, છતાં તે જ્ઞાનના પરિણામ રાગને જાણે છે એવું જે કાર્ય, તે એનું (કાર્ય) નહીં એ તો ‘ખરેખર આત્માને જાણે છે.’ આહા.. હા! સમજાણું કાંઈ...?
અરે..! પ્રભુ, તારો પ્રભુત્વ સ્વભાવ, એને દ્રષ્ટિમાં આવ્યો પ્રભુ! એમાં જે રાગ છે તેનું જ્ઞાન કરે જ્ઞાની તે ‘જ્ઞાનના પરિણામ તેનું કાર્ય છે. એટલું કહીને પણ રાગને જાણે છે એમ કહ્યું પાછું! (પરંતુ પાછું) ફેરવી નાખ્યું કે (જ્ઞાની) પોતાના આત્માને જાણે છે!
(શ્રોતાઃ) રાગને જાણે છે એમે ય કહ્યું! (ઉત્તરઃ) ઈ તો ફકત! રાગ છે એની વાત કરી. અરે..! બાપા! આ વસ્તુ... ભાઈ...! એ કરોડો-અબજો રૂપિયે મળે એવું નથી! આહા...! અહીંયાં તો એટલું જ કીધું કે દ્રવ્યદ્રષ્ટિવંતને એટલે જ્ઞાનીને એટલે કે સમ્યગ્દ્રષ્ટિને, એ રાગના-દયા-દાન- વ્યવહારના ભગવાનની સ્તુતિનો રાગ આવ્યો, તે રાગનાજ્ઞાનને કરતો આત્મા આત્માને જાણે છે!! રાગને જાણે છે ઈ કાઢી નાખ્યું!
ફકત, સિદ્ધ એટલું કરવું છે, રાગ થયો છે તે કાળે જ્ઞાન પોતે પોતાથી થયું છે. ‘પરિણમ્યું છે સ્વપરપ્રકાશપણે’ રાગ થયો છે તે કાળે પણ જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરપ્રકાશપણે પરિણમ્યા છે પોતાથી, એને.. રાગનું જ્ઞાન છે એમ કીધું, છતાં તે રાગનાજ્ઞાનના પરિણામને કરતો એવો આત્મા પોતાને જાણે છે! રાગને નહીં.. !!
આહા.. હા! ભાઈ...? આવી વાતો છે. આહા..! એ પ્રભુનો મારગ છે શૂરાનો એ કાયરના કામ ત્યાં નથી! એ વીરોના કામ છે બાપા!
જેનું વીર્ય વીર્યવાન છે, દ્રવ્ય તરફ જેનું વીર્ય વળ્યું છે એને વીર્યવાન કહીએ. સમજાય છે કાંઈ..? એવા જે વીરના પુત્રો! આહા... હા! એનું વીર્ય વીરતાથી દ્રવ્યમાં ફેલાણું છે! એવા વીરને જે રાગથાય તેનું જ્ઞાન એવા જ્ઞાનને કરતો આત્મા આત્માને જાણે છે!! સમજાણું કાંઈ?
આહા..! એ પ્રશ્ન આવ્યો’ તો કારણ પરમાત્માનો! (દ્રવ્યને) કારણ પરમાત્મા કહો છો તે કારણ પરમાત્મા કહેવાય નહીં કેમકે પયરયને કારણ કહેવાય, દ્રવ્યને કારણ ન કહેવાય! છાપામાં (છાપે) છે.
અરે, ભગવાન! કારણ કીધું ને... કારણ કીધું માટે પર્યાય થઈ ગઈ એમ તે કહે છે. એમ નથી, પ્રભુ! આહા... હા! મૂળ વસ્તુ ત્રિકાળી છે અને કાર્ય જે સમ્યગ્દર્શન થાય એ પર્યાય છે. તેથી.. કારણ એને (ત્રિકાળીને) કહ્યો છે અને રાગ કારણ છે ને પર કારણ છે એમ નથી સમજાય છે કાંઈ આમાં? એ જ્ઞાનના પરિણામને રાગ કારણ છે, નિમિત્ત કારણ છે (કહેવામાં આવે છે) એમ સમ્યગ્દર્શનના પરિણામને દ્રવ્ય કારણ છે ફકત લક્ષ ત્યાં ગયું છે, માટે દ્રવ્યમાં એ પરિણામ ગયાં નથી. ફકત લક્ષ ગ્યું છે આ બાજુ! એથી દ્રવ્યને કારણ કહેવામાં આવે છે. ‘भूदत्थम असिदो खलु’
આહા... હા! બહુ કામ આકરું બાપા! મનુષ્યભવ મળ્યો આવો હાલ્યો જાય છે ‘આ ભવ ભવના