Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 187 of 225
PDF/HTML Page 200 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૭

દ્રવ્યમાં અનંત ગુણનું એકરૂપ દ્રવ્ય, એના અનંતગુણો, એવા જે ધર્મ મૂળ છે તેનો ધરનાર ધર્મી દ્રવ્ય છે. તેની જ્યાં અંતરદ્રષ્ટિ થાય છે તેની રાગની પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ છે.. આહા! એને આ રાગ છે એ મારો સ્વભાવ નહીં. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ અપરાધ છે. આહાહાહા! પરની દયાનો ભાવ આવે એ અપરાધ છે. એ દોષ છે.. એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે કે એ મારું સ્વરૂપ નથી.

અહાહા! ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો માર્ગ કોઈ અલૌકિક છે. એ સિવાય બીજે ક્યાંય છે નહીં. આહા! એવો જે પ્રભુ આત્મા! કહે છે કે એ પંચ મહાવ્રતનો રાગ આવ્યો... ભગવાનની ભક્તિનો (રાગ) આવ્યો. દયાનો (રાગ) આવ્યો. એ મારો સ્વભાવ નથી. ધર્મી તો એમ જાણે છે કે મારા સત્માં તેનું અસત્પણું છે. મારામાં એ નથી. સમજાય છે કાંઈ? માર્ગ ઝીણો બાપુ!

નરકના અને નિગોદના દુઃખો.. જેમ ગુણોની સંખ્યાનો પાર ન મળે.. એમ આ દુઃખોનું વર્ણન પણ કરોડ ભવે.. કરોડ જીભે ન કહેવાય બાપુ!

એવા જે ગુણો છે એની ઉલટી દશા જે દુઃખ.. એ દુઃખ પણ કરોડ ભવે અને કરોડ જીભે પણ ન કહી શકાય એવા દુઃખ (એણે) વેઠયા છે, બાપા! નરકના નિગોદના એમાંથી છૂટવાનો તો મારગ આ એક છે એના તરફનું વલણ તો કર! અહાહા! હું એક પૂર્ણાનંદનો નાથ પૂર્ણસ્વરૂપ એવી જે અંતર દ્રષ્ટિ થતાં રાગનો એક કણ પણ મારું સ્વરૂપ અને સ્વભાવ નહીં.. એ મારામાં નહીં.

એને ઉદયમાં રાગ થયો એ નિર્જરી જાય છે. અલ્પબંધ થાય છે એ વાત ગૌણ છે. ખરેખર નિર્જરી જાય છે એમ કહેવું છે, એ મારો સ્વભાવ નથી. “હું” તો કેમ કે એ છે અને હું પણ છું.. હું તો આ ચૈતન્ય પ્રત્યક્ષ બતાવે છે ‘આ’ એટલે એ પ્રત્યક્ષપણું બતાવે છે. કહેતા નથી કે ‘આ’ માણસ આવ્યો. ‘આ’ એટલે એનું વિદ્યમાનપણું બતાવે છે પ્રત્યક્ષ ‘આ’ આત્મા એમ જ્ઞાનમાં એનું પ્રત્યક્ષપણું જણાય છે. આ આવી વાત છે. સાંભળવી પણ મુશ્કેલ પડે..! એને અંતરમાં ઉતારવું એ તો કોઈ અલૌકિક પ્રસંગ છે. દુનિયા સાથે મેળ ખાય એવું નથી. ‘હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર. હું તો જ્ઞાનના પ્રત્યક્ષ વેદન અનુભવ ગોચર છું. હું પરોક્ષ રહું એવું મારું સ્વરૂપ નથી.. આહા!

૪૭ શક્તિનું વર્ણન જ્યાં છે એમાં એક ‘પ્રકાશ’ નામનો ગુણ લીધો છે. તો એ પ્રકાશ નામના ગુણને લઈને ગુણી એવા ભગવાન આત્માને જ્યાં સમ્યક્ અનુભવમાં લીધો તો એને પર્યાયમાં સ્વસંવેદન સ્વ એટલે પોતાનું સમ્-પ્રત્યક્ષ વેદન થાય તેવો જ એનો ગુણ છે. આહાહાહા! સમજાણું કાંઈ?

‘હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગમ્ય ટંકોત્કીર્ણ.. એવોને એવો.. અનંતકાળ વીતી ગયો છતાં મારા દ્રવ્યમાં ઘસારો લાગ્યો નથી. આહા! નિગોદ અને નરકમાં અનંતવાર રહ્યો પણ મારા દ્રવ્ય અને ગુણમાં કાંઈ હીણપ અને ઘસારો થયો નથી. આહા! એવો મારો પ્રભુ એક જ્ઞાયકભાવ છું.

વિકલ્પના અનંત પ્રકારના ભાવ આવે ઘણા પ્રકારના- સંક્ષેપમાં અસંખ્યાત છે- વિસ્તારમાં અનંત પ્રકાર છે.. પણ વસ્તુ હું છું એ તો એકરૂપે છું. આહા! હું એક જ્ઞાયક ભાવ ટકોત્કીર્ણ.. હું તો જાણક સ્વભાવ-જાણક સ્વભાવ-જાણક સ્વરૂપ એવું તત્ત્વ તે હું છું. એ રાગ તો હું નહીં પણ પર્યાય જેટલો