૧૯૮ શ્રી પ્રવચન રત્નો -૧
આહા... હા...! કહે છે કે આત્માની શુદ્ધિ ઉત્પન્ન થાય છે એ ભેદતી તો નથી ઊલટા તેને અભિનંદન કરે છે. છે? એટલે એકાગ્રતાની પુષ્ટિમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ. બીજે ઠેકાણે આવે છે ને ભાઈ સમયસારમાં કે શુદ્ધિ અનેક અનેક અનેક શુદ્ધિની વૃદ્ધિ થાય છે. છતાં ઈ શુદ્ધિ અનેક અનેક હોવા છતાં એકતાની પુષ્ટિ છે. શુદ્ધિની અનેકતા થાય, અનેકતા થતાં ઈ અનેકપણું એમાં પુષ્ટ નથી થતું આહા... હા!
આહા.... આ દુનિયાની મિઠાશ મૂકવી! ‘હેં? અને આત્માની મિઠાશમાં આવવું ભાઈ...! આંહી તો એમ કહે છે પ્રભુ! મિઠાશ - આનંદથી ભરપૂર એકરૂપ સ્વરૂપ છે. જેમ જ્ઞાન એકરૂપે - આત્મા એકરૂપે ને આનંદ એકરૂપે! એ આનંદમાં એકાગ્રતા કરતાં કરતાં આનંદની પર્યાય અનેક પણે પ્રગટ થાય છે. એ અનેકપણું એકપણાની પુષ્ટિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થઈને પણ એકપણાની પુષ્ટિ કરે છે. નિર્મળ પર્યાયમાં હો? સામાન્ય તો છે એ છે! આ તો નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ, એ અનેકપણે શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ થતી વધતી જાય છે એ અનેકપણાને પુષ્ટ નથી કરતી એ અનેકપણું અંતર એકાગ્રતાને પુષ્ટ કરે છે.
એ ભાઈ? આવું ચોપડાં તો કોઈ દિ’ વાંચ્યો ય ન હોય ન્યાં! આહા...! અરેરે! આવી ચીજ પડી છે! નિધાન મૂક્યાં છે. આહા... હા! ભાવમાં હો? આ પાનાં તો જડ છે. આ તો ભાવમાં!
(જેમ) રૂના ધોકડાં હોય છે ને... એમાંથી રૂનો નમૂનો કાઢે આવો માલ છે. એમ પોતાના આનંદ સ્વરૂપમાં એકાગ્રતા થતાં આનંદનો અંશ, નમૂનો બહાર આવે છે તે નમૂના દ્વારા (આખો) આત્મા આનંદસ્વરૂપ આવો છે. એવી પ્રતીતિ થાય છે હવે ઈ આનંદની પર્યાત તો પ્રગટ થઈ અને વિશેષ એકાગ્રતા થતાં થતાં આનંદની વિશેષ પર્યાય પ્રગટ થઈ તો વિશેષ પર્યાય પ્રગટ થઈ, ભેદ ન્યાં થતો નથી. એ અંદરમાં જ્ઞાનની પુષ્ટિમાં એકાગ્ર થાય છે. આહા... હા! એ આનંદની વૃદ્ધિ થાય છે. અનેકપણામાં અનેકપણાની વૃદ્ધિ નહીં પણ આનંદની વૃદ્ધિ થાય છે.
આહા... હા... હા! આવો મારગ હવે! ‘માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે’ દેખો! ભેદ પણ દૂર થઈ ગયા! ભેદ ઉપર લક્ષ નહીં. ભલે શુદ્ધિની અનેકતા થાવ પણ એ ઉપર લક્ષ નહીં. લક્ષ ત્રિકાળ ઉપર છે તો અંદર એકાગ્રતામાં પુષ્ટિ વિશેષ થાય છે. સમજાણું કાંઈ... ?
ધીમેથી સમજવું પ્રભુ! આ તો વીતરાગનો મારગ! ત્રણલોકના નાથ! પરમાત્મા એવો જ આ ત્રણલોકનો નાથ પરમાત્મા છે. આ પરમાત્મા પોતે પરમાત્મા આત્મા પોતે પરમાત્મા! આહા.... હા...! એનો પંથ-એમાં એકાગ્રતા થવી, જ્યાં એકરૂપ પદ પડયું છે તેમાં એકાગ્ર થવું - એકાગ્રતા થવાથી એ જે શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય છે છતાં ઈ એકાગ્રતાની પુષ્ટિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ત્યાં! અનેકપણાની પુષ્ટિ નથી કરતા. આનંદની વૃદ્ધિ થાય વિશેષ આનંદ આનંદ આનંદ! ભલે આનંદના અંશો શુદ્ધિના વધ્યા એટલે અનેકપણે ભિન્ન ભિન્ન થતાં આનંદની વૃદ્ધિ અંદર પર્યાયમાં-આનંદની વૃદ્ધિ થાય છે. સમજાણું કાંઈ...?
એ અનેકપણાને લઈને આનંદની વૃદ્ધિનો ભેદ પડી જાય છે એમ નથી. આહા... હા... હા! આવી વાત ક્યાં છે ભાઈ!