૨૦૦ શ્રી પ્રવચન રત્નો-૧ જે પર્યાય જેવડો જ હું છું - રાગથી ધર્મ થશે વિગેરે ભ્રાંતિ જે મિથ્યાત્વ એ નિજપદના અવલંબનથી જ નાશ થશે. નિજપદની પ્રાપ્તિ તેના અવલંબનથી જ થાય છે એ અસ્તિથી લીધું પહેલું પછી ‘ભ્રાંતિનો નાશ થાય છે’ (એ નાસ્તિ કહી) પણ નિજપદના અવલંબનથી જ ભ્રાંતિનામ મિથ્યાત્વનો નાશ થાય છે. આહા... હા! આવી તો ચોખ્ખી વાત! અરે દિગંબર શાસ્ત્રો અને દિગંબર મુનિઓ તો અલૌકિક વાત છે બાપા! આહા મુનિપણા કેવા અલૌકિક બાપુ! આહા... હા જેને અંર્ત અનંત આનંદ પર્યાયમાં, સમુદ્રમાં જેમ કાંઠે ભરતી આવે છે. એમ મુનિઓને સાચા સંત હોય તો પર્યાયમાં અનંત આનંદની ભરતી આવે છે. એ અતીન્દ્રિય આનંદની વિશેષ વિશેષ દશા વર્તે એ વિશેષ વિશેષ ઉપર લક્ષ નહીં સામાન્ય ઉપર લક્ષ-દ્રષ્ટિ છે એ કારણે વિશેષ વિશેષ આનંદ હો, એકાગ્રતામાં પુષ્ટિ થાય છે એ આનંદની, આનંદની વૃદ્ધિ થાય છે! આહા... હા! સમજાણું કાંઈ?
(કહે છે) ‘ભ્રાંતિનો નાશ થાય છે’ ઈ તો આમ જ્યાં અસ્તિ પ્રાપ્તિ થઈ સમ્યગદર્શનપણે ત્યાં ભ્રાંતિનો નાશ થયો. નિજ અવલંબનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તો સ્વરૂપની પ્રાપ્તિ થઈ પર્યાયમાં, એ વખતે ભ્રાંતિનો નાશ થાય છે. આહા...! ‘આત્માનો લાભ થાય છે’ પહેલી સાધારણ વાત કરી કે નિજપદની પ્રાપ્તિ થાય છે. તો એ કહે છે કે આત્માનો લાભ થાય છે. ભ્રાંતિનો નાશ થવાથી ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એનો લાભ થાય છે.
આ વાણિયા લાભ-સવાયા નથી મૂકતાં! દિવાળી ઉપર કરે છે ને...! લાભ સવાયા! નામું લખે ને...! ભાઈ લાભ નથી એ તો નુકશાન સવાયા છે. આહા... હા! પ્રભુ આ લાભ આત્મલાભ તે લાભ છે. આહા...! આત્મલાભ! ‘આત્માનો લાભ થાય છે આહા... હા!
હવે દેખો! ‘અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે’ હવે આંહી તો પુણ્યના પરિણામને અણાત્મા કહ્યા. કો’ ચેતનજી? આ તો અણાત્મા. પુણ્ય અણાત્મા છે. એ આત્મા નથી. હવે આંહી (લોકો) કહે પુણ્યને ધર્મ કહ્યો છે, અરે પ્રભુ! અરે રે.. આવું શું છે ભાઈ? પુણ્ય છે ઈ અણાત્મા છે. આત્માનો લાભ થયો તો અનાત્માનો નાશ થયો. પરિહાર થયો. એ પુણ્ય અણાત્મા છે! પુણ્યને તો પહેલા અધિકારમાં જીવ અધિકારમાં અજીવ કહ્યા છે. આહા... હા! ઈ અજીવથી જીવને લાભ થાય છે? અને અજીવને ધર્મ કહ્યો? એ નિશ્ચય ધર્મ છે? એ તો ઉપચારથી કથન કર્યું છે.
આહા... હા! ‘આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે’ પૂરણ સ્વરૂપ, ધ્રુવ, તેનો આશ્રય લેવાથી આત્મ-નિજપદ-નિજસ્વરૂપ (ની પ્રાપ્તિ થાય છે) રાગ પદ એ નિજપદ નહીં. નિજપદની પ્રાપ્તિ એટલે આત્માનો લાભ થાય છે. ત્યાં આત્માનો લાભ મળે - આત્મ લાભ! આ લક્ષ્મીના લાભ મળે ને ધૂળનો ને... એ (લાભ નથી.) એ પુણ્યભાવનો લાભ ઈ એ આંહી નહીં પુણ્યભાવ તો અણાત્મા છે. આહા... હા! સમજાણું કાંઈ....?
આવો ઉપદેશ હવે! માણસને નવરાશ ને ફુરસદ નહીં, ધંધા આડે નવરાશ ન મળે! એ પોતાનું હિત કેમ થાય! આહા!
બાપુ! એ તો તને ખેદ છે દુઃખ છે અને એને દેખીને તને આમ થયું એ તો મિથ્યાત્વભાવ છે. આહા.... હા...! ન્યાં તો મિથ્યાત્વની પુષ્ટિ થઈ છે. આહા... હા! આ ભગવાનને તરતો અંદર જુદો દેખ! આવે