Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 216 of 225
PDF/HTML Page 229 of 238

 

૨૧૬ શ્રી પ્રવચન રત્નો -૧

* આત્માનો સ્વભાવ સ્વતઃ સ્વયં સ્વ. પર પ્રકાશક હોવાથી પરને લઈને પરને પ્રકાશે છે એમ નથી પરને અને પોતાને પ્રકાશે છે એ પોતાને પ્રકાશે છે પોતાની પર્યાયને પ્રકાશે છે. એ પરને પ્રકાશતો નથી.

* આત્મા જ્ઞાનાનંદ પ્રભુ રાગ-દયા, દાન, ભક્તિના પરિણામ થાય તેને પ્રકાશતો નથી. પહેલાં કહ્યું હતું કે તે જણાવાયોગ્ય છે અને આ જાણનાર છે. હવે કહે છે કે એ જણાવા યોગ્ય છે એ પણ વ્યવહારથી કહ્યું હતું.... બાકી એને પ્રકાશતો નથી; પોતાની પર્યાયમાં દ્વિરૂપતાને પ્રકાશે છે. પોતાને પ્રકાશે છે અને રાગને પ્રકાશે છે; એ દ્વિરૂપતાને પ્રકાશે છે. એ પોતાનો પ્રકાશ છે.

* આહીં તો કહે છે કે પ્રભુ! એકવાર સાંભળ કે તું એક ચૈતન્ય છો કે નહીં? છો તો તારો સ્વભાવ જાણવું એ છે કે નહીં? એ જાણવું છે તે તો સ્વપર પ્રકાશક પણે છે કે એકલા સ્વપણે જ છે? જ્યારે સ્વપર પ્રકાશક પણે જાણવું છે તો તે પરને પ્રકાશે છે કે પોતાને પ્રકાશે છે? સ્વપર પ્રકાશક પણું પોતાને પ્રકાશે છે.

* જાણનાર કહ્યો છે - એ તો એના જાણવામાં એ આવે છે માટે. પણ ખરેખર તો એ પોતાના જ્ઞાનને પ્રકાશે છે. સ્વ–પર પ્રકાશક પોતાની શક્તિ છે એને એ વિસ્તારે છે. એ રાગાદિને - પરને વિસ્તારતો નથી. ચૈતન્યનો સ્વ-પર પ્રકાશકતાનો વિસ્તાર પોતાના જ્ઞાનને વિસ્તારે છે - પર વસ્તુ - જ્ઞેયને વિસ્તારતો નથી.

* અહીં આત્માના ગુણની મર્યાદા લીધી છે. એ આત્માના ગુણની મર્યાદા સ્વ-પર પ્રકાશક છે એ પરને પ્રકાશે છે એમ જાહેર નથી કરતું; પણ પર સંબંધી પોતાનો જે પ્રકાશન સ્વભાવ છે. સ્વ.... સ્વપર પ્રકાશક તેને પ્રકાશે છે.

* પહેલાં તો એ લીધું કે પુણ્ય અને પાપના ભાવ થાય એ ચેત્ય છે - જણાવા લાયક છે બસ! એટલું કહ્યું. આત્મા જાણનાર છે એટલું કહ્યું. એક સાથે ઉત્પન્ન થાય છે એક કાળે- એક ક્ષેત્ર છતાં બંને ભિન્ન ચીજ છે. ઓલી જણાવા યોગ્ય ચીજ છે, આ જાણનાર છે. હવે અહીં તો કહે છે કે એ જણાવા યોગ્ય ચીજ છે એ વાત કહી હતી પણ એ આના પ્રકાશમાં પ્રકાશે છે - એ પોતાનો પ્રકાશ છે. એ ચીજને પ્રકાશતો નથી. એ ચૈતન્યનો પોતાનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે એને પ્રકાશે છે. એ જ્ઞાન જ્ઞેયમાં કયાં તન્મય થાય છે કે એને પ્રકાશે. જ્ઞેય સંબંધીનું જ્ઞાન જે પોતાનું છે એમાં એ તન્મય છે તેથી તે પોતે પોતાના જ્ઞાનને સ્વપ્રકાશને વિસ્તારે છે. પરનો વિસ્તાર કરતો નથી.

* ચૈતન્ય દ્રવ્ય ભગવાન સ્વરૂપ ચૈતન્યપ્રકાશ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. ચૈતન્ય ચમત્કારી એટલે? પોતામાં રહેલા અનંતને પ્રકાશે છે. છતાં અનંતને પ્રકાશે છે એમ કહેવું તે પણ અપેક્ષા એ છે. પોતાની પર્યાયમાં અનંતતા જણાય એ પર્યાયને પ્રકાશે છે. જણાય એવા પદાર્થમાં હું નથી. હું તો મારા સ્વપર પ્રકાશના પર્યાયમાં છું. જ્ઞાનની પર્યાયમાં આ બધું જણાય છે? તો કહે છે ના. એ ચૈતન્યનો સ્વભાવ છે પ્રકાશવું. તો અસ્તિત્વમાં રહીને પ્રકાશે છે. તે પોતાના જ્ઞાનને પ્રકાશે છે. આ ચીજોમાં જ્ઞાન જતું નથી તેમજ તે ચીજોને લઈને આંહી જ્ઞાનનો પ્રકાશ થતો નથી. પોતાનો અનંતભાવ જાણવાનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં અનંતા જણાય છે એ ખરેખર તો પોતાની પર્યાય જણાય છે – પર નહીં. પરને તો અડતો ય નથી.