૧૬ શ્રી પ્રવચન રત્નો-૧ લક્ષણ છે એમ.
અનુસરીને થવું. ઉત્પાદ-વ્યયને ધ્રુવને અનુસરીને થવું એમ. આહા.. હા! આહા.. હા.. હા! સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ ત્રણની એકતા એક સમયમાં! સમયમાં ભેદ નથી. જે સમયે ધ્રુવ છે તે સમયે ઉત્પાદ-વ્યય છે. જે સમયે ઉત્પાદ-વ્યયરૂપે પરિણમે છે તે સમય ધ્રુવ અપરિણમન પણે પડયું જ છે’
આહા.. હા.. હા! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે ‘એવી સત્તાથી જીવ સહિત છે’. આ જીવપદાર્થ કેવો છે? ન્યાથી શરૂ કર્યું! તો શરૂ કરીને આંહી લઈ લીધું ‘સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ-એકસમયમાં અનુભૂતિ- એ રૂપે થવું ‘જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.
ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ત્રણેય સત્ છે. ઈ સત્તા છે, ત્રણે ય સત્તા! તે ત્રણ સત્તાથી તે જીવ સહિત છે. તે જીવનું કહી, કેવો જીવ? એની વ્યાખ્યા કરી. આહા..! સમજાણું?
‘આ વિશેષણથી જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો’ ‘તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ. આત્મા છે તે બદલતો નથી કાયમ એકરૂપ રહે છે. એવા મતનો વ્યવચ્છેદ થયો. છે ને..? પરિણમનસ્વભાવ કહેવાથી થયો.
‘નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે’ - સત્ છે એને એક જ રૂપે માને. ‘બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે’ - એકસમયની સત્તાવાળું જ દ્રવ્ય માને.
‘તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું.’ અર્થ આ પંડિતે કર્યો છે! ઉત્પાદ-વ્યય સાંખ્ય માનતા નથી. બૌદ્ધ ધ્રુવ માનતા નથી. ઈ બેયનો નિષેધ થયો! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ જ વસ્તુ છે. એકસમયમાં જ ઈ ઉત્પાદવ્યયધ્રુવ છે એવો ઈ જીવ નામનો પદાર્થ છે.
વિશેષ કહેશે... પ્રમાણ વચન ગુરુદેવ!
પરને જાણવાનો સ્વભાવ જ અંદર જાણવામાં આવ્યો-પ્રસર્યો છે. (પ્રવ. રત્ના.
ભાગ-૮, પાનું-૧૯પ)
છે તો પણ તેને જ્ઞેયકૃત જ્ઞાન થયું છે તેમ નથી પણ તેને જ્ઞાનકૃત જ્ઞાન છે...
સ્વપરપ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞેયને જાણે છે તેમ કહેવું એ
તો વ્યવહાર છે. રાગને જાણતાં જે જ્ઞેયાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ
જણાયો નથી. (આત્મધર્મ અંક-૬૩૬)