Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 22 of 225
PDF/HTML Page 35 of 238

 

૨૨ શ્રી પ્રવચન રત્નો-૧ એ તો એટલા અનંત છે કે જેને એકપછી એક તો કાળ લાગુ પડતો નથી, પણ જેને આ છેલ્લામાં છેલ્લો ગુણ છે એવું ત્યાં લાગુ પડતું નથી.

આહા... હા! એમ ‘અનેક’ પ્રવર્તતા કહ્યું. અનંતગુણો એકસાથે પ્રવર્તે છે. વિસ્તારરૂપે- તીરછારૂપે આમ. આહા... હા!

આ તો ભઈ... ઓગણસમી વાર વંચાય છે. એ બધું પછી... અઢારવાર તો વંચાઈ ગયું છે આ સમયસાર! આ તો ઓગણીસમી વાર શરૂ થયું છે.

(શ્રોતાઃ) દરેક વખતે જુદી જુદી રીતે આવે? (ઉત્તરઃ) આવે! એકધારી વાત છે? આહા... હા! ‘ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા’ એટલે હયાતિ ધરાવતા, એમ સમજાણું? ‘અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી’ અનેક એટલે અનંત હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે’ પદાર્થ... એવી ચીજ છે કે અનંતાગુણ અક્રમે અને તે પર્યાયો ક્રમે એ અંગીકાર કર્યા છે. એવો જે પદાર્થ.

આહા... હા! ‘ગુણ ને પર્યાયો જેણે અંગીકાર કર્યા છે એવો છે’ અને ૪૯મી ગાથામાં ‘અવ્યક્ત’ (ના બોલમાં) એમ કહે કે જીવદ્રવ્ય છે તેમાં પર્યાય આવતી નથી. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. આહા... હા! બે નું સ્વતંત્ર અસ્તિત્વ સ્દ્ધિ કરવા (કહ્યું છે)

અને આંહી તો એ જીવ પોતે છે આખો એ પોતે ગુણપર્યાયો અંગીકાર કરેલ છે. ભાઈ...? આવું ઝીણું છે! એકવાર સમયસાર સાંભળ્‌યું છે તે આપણે સાંભળ્‌યું છે બસ! અરે... બાપુ! એ સમયસાર શું ચીજ છે!! ત્રણલોકના નાથ સર્વજ્ઞપરમાત્મા એનું પ્રવચનસાર છે ‘આ’ , આ ‘સમયસાર’ છે. આત્મસાર! ઓલું પ્રવચનસાર એની વાણીનો સાર!

આવા અગાધ ગુણ ને અગાધ ક્રમ પર્યાયો અનંતી એનો જેણે અંગીકાર કર્યો છે એટલે કે ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ. (એ આત્મદ્રવ્ય) ગુણપર્યાયવાળું દ્રવ્ય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ માં આવે છે.

આહા... હા! ‘પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે’ સાથે રહેનારા અનંત ગુણોને અક્રમવર્તી પણ કહે છે. સહવર્તી એટલે દ્રવ્યની સાથે રહેલા એમ નહીં. દ્રવ્યની સાથે રહેલા માટે સહવર્તી એમ નહીં. ગુણો ગુણો પોતે એકસાથે રહેલા માટે સહવર્તી! સહવર્તી, દ્રવ્યની સાથે (રહેલા) જો સહવર્તી કહીએ તો પર્યાય પણ દ્રવ્યમાં સાથે વર્તે છે! એટલે આંહી તો ગુણો એકસાથે વર્તે છે, તીરછા અનંતગુણો ભલે સંખ્યાનો પાર ન મળે છતાં એકસમયમાં સાથે વર્તે છે. ગુણો, ગુણમાં એકસાથે વર્તે તે સહવર્તી છે. ગુણ, દ્રવ્યમાં એકસાથે વર્તે માટે સહવર્તી છે એમ નહીં.

આહા... હા! ‘પંચાધ્યાયી’ માં છે ઈ. ‘પંચાધ્યાયી’ માં ખુલાસો કર્યો છે. આહા.. હા! ‘સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે. આ વિશેષણથી જીવના વિશેષણ છે ને આ...!’ આ વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો.’ સાંખ્યમતી કહે છે પુરુષનો નિર્ગુણ છે. એ તો એના પ્રકૃતિના જે (ગુણ) છે સત્ત્વ, રજ, તમોગુણ એ એમાં નથી. પણ એના જે સ્વભાવરૂપ ગુણ છે એ એમાં ત્રિકાળ પડયા છે. ઈ તો એને ખબર નથી. ગુણનું એનું આવે છે ને... સત્ત્વ, રજ, તમ! ઇતો પ્રકૃતિના ગુણો, ઈ પ્રકૃતિના ગુણો સ્વભાવમાં ઈ છે અને અનંતી પર્યાયો છે. એ ગુણ ને પર્યાયો જેણે અંગીકાર કર્યા છે એવું તે-જીવદ્રવ્ય છે.