Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 33 of 225
PDF/HTML Page 46 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૩૩ સ્વમાં એકાગ્ર થવાય નહીં... આહા! અને સ્વમાં એકાગ્ર થયા વિના, સ્વમાં શક્તિ જે છે એમાં એકાગ્ર થયા વિના એની દશામાં પરિપૂર્ણ જ્ઞાનને પરિપૂર્ણ આનંદ કોઈ દિ’ પ્રગટ ન થાય. સમજાણું કાંઈ...?

એ ભાઈ? આવી વાતું છે! ‘છે’ દુનિયાને એવું લાગે એવું છે! પાગલ જેવું લાગે એવું છે. આખી લાઈન ફેર! હેં? આખો મારગ ફેર છે બાપુ! તને ખબર નથી ભાઈ! અનંતકાળનો અજાણ્યો મારગ! એને આંહી જાણવાનું કહીને, પૂરણની પ્રાપ્તિ એનાથી થશે. પૂરણ પરમાત્મા દશા-જનમ- મરણસહિત દશા એ રાગથી ભિન્ન, અને પૂરણ સ્વભાવમાં એકાગ્રતા એનાથી થશે.

આહા... હા! માણસો તો કંઈક માને ને કંઈક માને! એમ અજ્ઞાની અનાદિથી ભ્રમણામાં પડયા, પરિભ્રમણ કરી, ચોરાશીના અવતાર, કાગડાના ને કૂતરાંના અવતાર કરી-કીરને, માંડ માંડ માણસપણું મળ્‌યું હોય, એમાં જો આ રીતે નહીં સમજે, પાછા ઈ ના ઈ દોષે અવતાર છે!

આહા... હા! આંહી તો ઈ અવતારનો અભાવ કરવાની રીત બતાવે છે! કે જેમાં ઈ ભવ ને ભવનો ભાવ જેના સ્વરૂપમાં નથી, જેના સ્વભાવમાં તો પરિપૂર્ણ જ્ઞાનઆનંદ છે. આહાહા! ભાઈ તું વસ્તુ છો! વસ્તુ છે તેમાં શક્તિ અને ગુણો વસેલાં-રહેલાં છે. એ શક્તિ-ગુણ વિનાની ચીજ હોઈ શકે નહીં. અને એ શક્તિને ગુણ પરિપૂર્ણ-આનંદજ્ઞાનાદિ પરિપૂર્ણ શક્તિ છે. તો... જે તારી ચીજમાં નથી એવા આ શરીરવાણીમન, પુણ્ય-પાપના ભાવ, એનાથી જુદો પડી અને તારામાં જે પુરણ પડયું છે તેમાં એનો આદર કરી, તેમાં એકાગ્ર થઈ, તને તારી દશામાં કેવળજ્ઞાન મુક્તદશા, દુઃખથી મુક્ત અને આનંદને જ્ઞાનથી (પરિપૂર્ણ) દશા થશે તારી.

આહા... હા! બે લીટીમાં તો બહુ ભર્યું છે! એકલા સિદ્ધાંતો છે! આહાહા! ‘જયારે આ જીવ’ એમ કીધું ને... જીવની વ્યાખ્યા તો (પહેલાં) કરી. હવે જયારે આ જીવ હવે પોતે કરે ત્યારે! કો’ ક કરી દે ને કો’ ક કરાવી દે ને? એમ છે નહીં. આહા... હા! ‘જયારે આ આત્મા, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન-સર્વજ્ઞજ્ઞાન’ એ પૂરણજ્ઞાન પ્રગટ કરે તો એનો અર્થ છે કે અંદર પૂરણ જ્ઞાન છે. આહા... હા! અંદર કેવળ... એક... કેવળ એક જ્ઞાનસ્વરૂપ જ પ્રભુ છે. આહા...! અસ્તિ ચૈતન્યસ્વરૂપ પૂરણ, જ્ઞાનને આનંદથી પૂરણ છે. તે ચીજમાં જેને એનો આદર કરવો હોય, એને રાવાદિનો આદર છોડી દેવો, એટલે એનાથી ભિન્ન પડવું. આહા... હા! ચાહે તો દયા-દાન-વ્રતને ભક્તિ-પૂજા (ના ભાવ) હો! એ પણ એક રાગ છે વિકલ્પ છે વૃત્તિ છે. (શ્રોતાઃ) આ સાંભળવું ય રાગ? (ઉત્તરઃ) ઈ એ રાગ છે ને કહેવું ઈ એ રાગ છે.

આહા... હા! આ તો... જનમ-મરણ રહિત થવાની વાતું છે પ્રભુ! જનમ-મરણને ચોરાશીના અવતાર કરી-કરીને અનંતા અવતાર કર્યાં! વસ્તુ છે ને પોતે! તે રહી ક્યાં અત્યાર સુધી? છે તો છે આત્મા. એ રહી ચાર ગતિ રખડવામાં રહી અત્યારસુધી આ કાગડામાં ને કૂતરામાં ને ભવ કરી-કરી નરકનાને નિગોદના ને મનુષ્યના અને એક ગતિમાં ગમે ત્યાં જાય દુઃખ જ છે! દુઃખ જ છે સ્વર્ગ હોય તો છે પરાધીનતા અબજોપતિ, આ શેઠિયાવ ધૂળના ધણી! એ બધા દુઃખી બચારા છે. આહા... હા... હા! દુઃખી છે બિચારાં!

(શ્રોતાઃ) પૈસા જોઈએને બિચારા! (ઉત્તરઃ) પૈસા જોઈએ છે ને એને! આત્મા જોતો નથી એને