શ્રી પ્રવચન રત્નો-૧ ૪પ મોક્ષમાર્ગ પર્યાય, મોક્ષ એ પર્યાય સંસાર પર્યાય-બંધમાર્ગ એ પર્યાય છે. અને વેદન પર્યાયનું છે. સંસારીને દુઃખનું વેદન પર્યાયમાં છે. મોક્ષમાર્ગનું-આનંદનું વેદન પર્યાયમાં છે. સિદ્ધને પૂર્ણ આનંદનું વેદન પર્યાયમાં છે.
પર્યાય નથી એમ જે કીધું છે એનો અર્થઃ ગૌણ કરીને, એ ઉપરથી લક્ષ છોડાવવા ત્રિકાળીને મુખ્ય કરીને, નિશ્ચય કહીને - નિશ્ચયકહીને, મુખ્ય કરીને એમ નહીં. ગૌણ કરીને વ્યવહાર, વ્યવહાર કરીને ગૌણ કર્યું એમ નહીં. એમ નિશ્ચય તે મુખ્ય એમ નહીં. મુખ્ય તે નિશ્ચય. કેમકે નિશ્ચય તો ત્રણેય નિશ્ચય છે દ્રવ્ય, ગુણ, ને પર્યાય-ત્રણેય પોતાના માટે નિશ્ચય છે. ‘સ્વઆશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર’ પણ આંહીયાં હવે ત્રણ પોતાના હોવા છતાં મુખ્યને-દ્રવ્યને કરવું છે તેથી મુખ્યને નિશ્ચય કહ્યો અને પર્યાયને ગૌણ કરવું છે માટે તેને વ્યવહાર કહ્યો.
આહા... હા! એવું દ્રવ્યને પર્યાય જોડલું છે. વસ્તુ! સ્વતંત્ર વસ્તુ એને પરના સંબંધની કોઈ અપેક્ષા નહીં. આહા...! એ દ્રવ્ય, પર્યાયરૂપ અનેકાંત, અનેકધર્મસ્વરૂપપણું છે. દ્રવ્યધર્મ પણ એનો, પર્યાયધર્મ પણ એનો-બેય એને ટકાવી રાખ્યું છે. ધર્મ એટલે... ભાવ. દ્રવ્યપણું અને પર્યાયપણું એવું અનેકધર્મપણું, અનેક ધર્મ એટલે ગુણો અથવા અનેકપણું તે ‘નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે’ દ્રવ્યને પર્યાય-બેપણે નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એકલા દ્રવ્યને નિશ્ચિત કરવામાં આવે છે ને એકલી પર્યાયને એમ નહીં.
આહા... હા! ‘એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે’ આંહીથી ઉપાડયું જીવપદાર્થ ઉત્પાદવ્યય ને ધ્રુવ સ્વરૂપ છે. એકલું ધ્રુવસ્વરૂપ છે એમ નથી અને એકલું ઉત્પાદવ્યય પર્યાયસ્વરૂપ છે એમ નથી. આહા... હા! ઉત્પાદવ્યય/ઉત્પાદ પહેલો લીધો છે. વ્યય પછી, ધ્રુવ પછી. પણ એવી એક સત્તા છે હોવાવાળી વસ્તુ છે. ઉત્પાદવ્યયધ્રુવનું હોવાવાળું એ પદાર્થ છે. ‘દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે’ - દર્શનજ્ઞાનમય તે ચેતના પોતે વસ્તુ-જ્ઞાતાદ્રષ્ટામય તે વસ્તુ સ્વરૂપ છે, ચેતન પદાર્થ!
‘અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે.’ આવી ગ્યું છે ને ભાઈ પહેલું એમાં! (ટીકામાં) અનંતધર્મસ્વરૂપ વસ્તુ એક છે. અનંતધર્મ-ગુણપર્યાય અનંતા હોવા છતાં, વસ્તુ તરીકે દ્રવ્ય એક છે. આહા... હા! આવું ભણતર!
‘અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે’ અનંત શક્તિસ્વરૂપ પદાર્થ છે. એક જ શક્તિ છે સંખ્યાત- અસંખ્યાત શક્તિ છે એમ નહીં, અનંત શક્તિસ્વરૂપ તે દ્રવ્ય છે.
‘દ્રવ્ય હોવાથી વસ્તુ છે.’ દ્રવ્ય હોવાથી વસ્તુ, વસ્તુ છે. આ એ વસ્તુની એક ફેરે મોટી ચર્ચા હાલી હતી. રાજકોટ નેવાસીની સાલમાં એક વિશાશ્રીમાળી શ્વેતાંબર એક (માણસ) રાણપરનો આવ્યો હતો. અધ્યાત્મનું થોડું વાંચ્યું હશે પછી... આત્મા, વસ્તુ ન કહેવાય આત્માને એ કહે. નેવાસીની સાલ!
એ આવ્યો’ તો, કાંઈ ઠેકાણાં વિનાનાં. આત્માને વસ્તુ ન કહેવાય કહે. મોટી ચર્ચા ચાલી હતી. કીધું વસ્તુ કહેવાય. વસ્તુ છે. આવતો વ્યાખ્યાનમાં બેસતો! દેરાવાસી હતો શ્વેતાંબર જુવાન! જાણે કે કંઈક જાણું છું આત્માને એવો એને ડોળ હતો.